________________
રર૪
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ સાધુએ અનાદિકનો મુદ્દલ સંગ્રહ કરે નહિ, પાતરાને લેપ થાય એટલું ઘી વગેરે રાખવું નહિ. પણ પક્ષી જેમ પત્ર [ પાંખ ] એકઠી કરીને ઉડે છે, તેમ સાધુએ પાત્ર [પાતરાં] એકઠાં કરીને કશી પણ અપેક્ષા રાખ્યા સિવાય વિચરવું. | ભાવાર્થ:–લજજાવાન સાધુ નિર્દોષ આહાર વિહાર સંયમ માર્ગે વિચરે છે, અને ગામ યા નગરમાં નિત્ય [ સ્થિર ] વાસ કરતું નથી, અને પ્રમાદી ગૃહસ્થના સમુહમાં અપ્રમાદી રહીને સૂઝતે આહાર ગ્રહણ કરે છે. [૧૭]
ભાવાર્થ –સર્વોત્કૃષ્ટ જ્ઞાની, સર્વાધિકદર્શી અને અનુત્તર જ્ઞાન, દર્શનના ધારણ કરનાર અરિહંત જ્ઞાતપુત્ર વૈશાલિક [ સિ. દ્વાર્થ અને ત્રિશલાના પુત્ર ] શ્રી મહાવીર ભગવાને આ પ્રમાણે કહ્યું છે. [૧૮] છઠું અધ્યયન સંપૂર્ણ
અધ્યયન સાતમું. ભાવાર્થ –પણાને નિમિત્તે કઈ [ માંસાહારી ] માણસ મેંઢને ઉછેરે, તેને જવ, મગ, મઠ વિગેરે ખવડાવે છે અને પિતાના ઘરના આંગણે તેને પાળી પિષીને પુષ્ટ કરે. [૧] - ભાવાર્થ–પછી જ્યારે તે રાતે માતે, મોટા પેટવાળે અને પુષ્ટ શરીરવાળો થાય ત્યારે ઘરનો ધણી એમ ઈચ્છે છે કે હવે પર આવે તે સારૂં. [૨]
ભાવાર્થ-જ્યાં સુધી પરણે ન આવે ત્યાં સુધી તે બિચારૂં પ્રાણી (માંસાહારીને ઘેર ) જીવવા પામે છે, પણ પરણે આવ્યું કે તરત જ તેનું માથું છેદાય છે અને તે ખવાય છે. [૩]
ભાવાર્થ-જેવી રીતે પરેણાની ખાતર મેંઢાનું સારી રીતે પાલનપોષણ થાય છે, તેવી રીતે મૂર્ખ અને અજ્ઞાની મનુષ્ય નરકની જીદગી માટે પાપનું પિષણ કરે છે. (૪)
ભાવાર્થ --એ પ્રાણઘાતક મૂર્ખ માણસ જીવહિંસા કરે છે, મૃષાવાદ બેલે છે, વાટપાડુને ધધ કરે છે, ચોરી કરે છે, અદત્તાદાન લે છે અને કોઈનું ધન હરવાનું ચિંતવન મનમાં કર્યા કરે છે. (૫)