________________
૨૩૪
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થચેખા, જવ વિગેરે ધાનથી તથા સેના, રૂપા અને પશુથી ભરપૂર કરીને સઘળી પૃથ્વી એકજ માણસને આપી દઈએ તે પણ તેની તૃષ્ણ તૃપ્ત થતી નથી, એમ જાણીને તપ કરવું.” [૪૯].
ભાવાર્થ –એ સાંભળીને દેવેન્દ્ર [ગાથા ૧૧ મી પ્રમાણે બેલ્યા. ૫૦
ભાવાર્થ –હે પાર્થિવ ! આશ્ચર્યની વાત છે કે, આવા અદ્દભુત ભોગ છાંડીને તું કલ્પનિક [ અદશ્ય ] ભેગની ઈચ્છા કરે છે. સ્વર્ગીય અદષ્ટ સુખના લેભથી તે પ્રત્યક્ષ સુખ તજી દે છે તેથી તને પશ્ચાતાપ થશે.’ ૫૧
ભાવાર્થ એ સાંભળીને નમિ રાજર્ષિ [ગાથા ૮ મી પ્રમાણે બોલ્યા.
ભાવાર્થ – હે બ્રાહ્મણ! એ કામગ ક્ષણે ક્ષણે પીડા ઉત્પન્ન કરે એવા શલ્ય [ કંટક] સમાન છે, એ કામભોગ [ ધર્મ જીવિત વિનાશક] વિષમ વિષ સમાન છે, એ કામગ ઝેરી નાગ સમાન છે; માણસો કામ ભેગની અભિલાષા કરે છે પણ તેમના મનોરથ પૂરા થતા નથી અને આખરે કામી પુરૂષની દુર્ગતિ થાય છે.” [૫૩]
ભાવાર્થ-ક્રોધ કરીને તે અધોગતિને વિષે જાય છે, માને કરીને અધમ ગતિને પામે છે, માયા સદ્દગતિને નાશ કરે છે અને લેભે કરીને આલોક અને પરલોકે ભય ઉપજે છે.” [૫૪]
ભાવાર્થ–બ્રાહ્મણનું રૂપ છાંડીને, પિતાનું ખરું સ્વરૂપ પ્રકટ કરીને, ઇન્દ્ર આદરપૂર્વક રાજર્ષિને નમન કર્યું અને મધુર વચને કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. [૫૫].
ભાવાર્થ – અહે મહાનુભાવ! આપે ક્રોધને જીત્યો છે. અહે પુણ્યાત્મા ! આપે માનને પરાભવ કર્યો છે. અહે નમિ રાજર્ષિ ! આપે માયાને જીતી છે. અહે સાધુ પુરૂષ ! આપે લાભને વશ કર્યો છે. ' [૫૬]
. ભાવાર્થ – સાધુ પુરૂષ! આપની સરલતા વિસ્મય પમાડે એવી છે ! આપનો મૃદુભાવ [કમળતા ] આશ્ચર્યકારક છે! ધન્ય છે આપની ઉત્તમોત્તમ ક્ષમાને! ધન્ય છે આપની શ્રેષ્ઠ નિર્લોભતાને [૫૭] | ભાવાર્થ – હે પુજ્ય! આ ભવને વિષે આપ ઉત્તમ પુરૂષ છે. હવે પછીના ભાવમાં [પરલોકે પણ આપ ઉત્તમ થશો, અને સર્વ લેકમાં સર્વોત્તમ સ્થાન જે મેક્ષ તેને વિષે કર્મ રહિત થઈને આપ નિચ્ચે જશે. | ભાવાર્થ –આ પ્રમાણે સ્તુતિ કરીને શક (ઈન્દ્ર) પૂર્ણ શ્રદ્ધાની પ્રદક્ષિણું દેતે નમિ રાજર્ષિને વંદવા લાગ્યો. [૫૮]
ભાવાર્થ –મુનિવરના [ નમિ રાજાના ] ચક્ર અંકુશ કરી સહિત [ શાસ્ત્રોક્ત શુભ લક્ષણ યુક્ત ] પગને વંદન કરીને, જેણે મનોહર ચપલ કંડલ કિરીટ ધારણ કરેલાં છે એવા ઈશ્વ આકાશ માર્ગ ઊડયા. [૬]