________________
૨૨૨
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ –દેહ ત્યાગ કરવાને સમય આવી પહોંચે ત્યારે પ્રજ્ઞાવાન પુરૂષને ત્રણમાંથી એક પ્રકારે સકામ મરણ પ્રાપ્ત થાય છે. (૩૨) પાંચમું અધ્યયન સંપૂર્ણ.
અધ્યયન કું. ભાવાર્થ-જે મનુષ્ય તરવના અજાણ છે તે સઘળા દુઃખના વિભાગી થાય છે. અનન્ત સંસારમાં તે મૂઢ પુરૂષ અને નેક પ્રકારની પીડા પામે છે. (૧) | ભાવાર્થ–પુત્ર કલત્રાદિ મોહપાસ અને (એકેન્દ્રિયાદિ) યોનિમાં ભ્રમણનું સ્વરૂપ સમજીને, તત્વજ્ઞ પુરૂષ પિતાના આત્માને સંયમને વિષે સ્થાપે છે, અને સર્વ જીવ તરફ મિત્રભાવ રાખે છે. (૨) | ભાવાર્થ – તે એમ વિચારે છે કે)-માતા, પિતા, પુત્રવધુ, બ્રાતા, ભાર્યા અને પુત્રાદિ જ્યારે હું મારા પિતાનાં કર્મને લીધે દુઃખ જોગવીશ ત્યારે તે થકી, તેમાંનું કોઈ મારું રક્ષણ કરવાને સમર્થ થશે નહિ. (૩)
ભાવાર્થઆ સત્ય તત્વરૂપી અર્થ બુદ્ધિવાન પુરૂષે સમ્યગ દ્રષ્ટિથી વિચાર–રમર, મિથ્યાત્વ અને નેહને છાંડને પૂર્વ પરિચયનાં [ ગૃહસ્થાશ્રમનાં ] સુખ યાદ ન કરવાં. (૪)
ભાવાર્થ –ગાય, અશ્વ, મણિ, કુંડલ, પશુ, દાસ, સેવક ઈત્યાદિ સર્વ વસ્તુ છાંડવાથી [ હે શિષ્ય ! અથવા હે જીવ !) તે સ્વેચ્છારૂપધારી દેવતા થઈશ. [૫] | ભાવાર્થ સ્થાવર પરિગ્રહ [ ઘર, હાટ વિગેરે ] અને જંગમ પરિગ્રહ ( ધન, ધાન્ય વિગેરે ) જીવને પિતાનાં કર્મનાં દુખથી સૂકાવવાને સમર્થ નથી. [૬] | ભાવાર્થ–સર્વ પ્રકારનાં સુખ દુખ સિ સૌના આત્માનેજ લાગુ પડે છે. માટે પ્રાણીમાત્રને પિતપતાને જીવ વહાલે છે એમ જાણીને કઈ છવને હણવા નહિ અને તેમને ભય ઉપજાવવાથી તથા તેમના ઉપર વેર લેવાથી સાધુએ દૂર રહેવું. [૭]
ભાવાર્થ – અદત્તને નર્કના હેતુ જાણીને સાધુએ અણદીધું