________________
અથ શ્રી ઉતરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનને ભાવાર્થ. ૨૧૧ ક્ષમા એ ઉત્કૃષ્ટ ધર્મ છે એમ જાણીને દશવિધ યતિ ધર્મનું ચિંત્વન કરવું. (૨૬) | ભાવાર્થ કેઈ અન્યાય, સંયમમાં દ્રઢ અને જિતેન્દ્રિય સાધુને માર મારે તે તેણે એમ વિચારવું કે “એથી કાંઈ મારા આત્માને નાશ થતું નથી” (અર્થાત્-પણ જે શરીર નાશના અવસરે હું ક્રોધ કરીશ તે મારા ધર્મરૂપ જીવીતને નાશ થશે એટલે મારે ધર્મ હારી જઈશ) (૨૭)
ભાવાર્થ સંકેતરહિત સાધુને યાચવાથી સર્વ વસ્તુ મળવી દેહિલી છે, તેમજ યાચન, સિવાય કાંઈ મળી શકતું નથી. (૨૮)
ભાવાર્થ-બૈચરીને વિષે ફરતા સાધુ તરફ (સર્વ દાતા, ગૃહસ્થને) હાથ હમેશાં ખુશીથી લંબાતું નથી, પણ તેથી સાધુએ એમ ન ધારવું કે આથી ગૃહસ્થાશ્રમ વધારે સારે. (૨૯) | ભાવાર્થ–ગૃહસ્થને ઘેર તેમને માટે ભેજન તૈયાર થયું હોય તેમાંથી તેણે આહારને માટે માગી લેવું, આહાર મળે યા ન મળે તેને માટે પંડિત મુનિએ ખેદ કરવો નહિ. (૩૦) - ભાવાર્થ – “આજે કાંઈ આહાર ન મળે, તે કાલે કાંઈ મળી રહેશે” જે સાધુ આ પ્રમાણે વિચાર કરે છે તેને અલાભ પરિસ્સહથી કાંઈ દુઃખ ઉપજતું નથી. (૩૧)
ભાવાર્થ – મંદવાડ અથવા વેદના આવી પડે તે પીડાતા મુનિએ પ્રસન્ન મુખે મનને સ્થિર રાખવું અને રેગ પરીસ્સહ સહન કર. [૩૨]
ભાવાર્થ—-રગ ટાળવાના ઉપાયને માટે તેણે આતુર બનવું નહિ [ વૈદક સારવારની રાહ ન જેવી ]; પણ આત્માના ગષક સાધુએ આત્મહિત માટે પિતાનું ચારિત્ર પાળવું પિતે રેગની ચિકિત્સા કરે નહિ અને બીજા પાસે કરાવે નહિ તે સાચે શ્રમણ [સાધુ] કહેવાય. [૩૩]
ભાવાર્થ-જે કે વસ્ત્ર રહિત અથવા અલ્પ વસ્ત્રવાળા, સંયમવંત, તપસ્વી સાધુને તૃણને વિષે સૂતાં બેસતાં શરીરે પીડા ' થાય છે, અને તાપ પડવાથી તેને અસહ્ય વેદના થાય છે, તેને