________________
શ્રી ઉત્તરાધ્યન સૂત્રના બીજા અધ્યયનને ભાવાર્થ. ૨ હણે છે, તેમ મહા મુનિએ કેળાદિ અત્યંતર શત્રુને હણવા જોઈએ. (૧૦)
ભાવાર્થ-ડાંસ મચ્છરને ત્રાસ ઉપજાવ નહિ, ચટકે ભરતાં અંતરાઈ ન કરવી, તેમજ મને કરીને પણ તેના ઉપર ક્રોધ કરે નહિ. પિતાનું માંસ અને લેહી તેઓ ખાઇ જાય, છતાં સર્વ સહન કરવું પણ તેમને હણવા નહિ. (૧૧) | ભાવાર્થ–મહારાં વસ્ત્ર જીર્ણ થઈ ગયાં છે, તેથી હું વસ્ત્ર રહિત ફરીશ અથવા તે મહારાં ફાટેલાં કપડાં જોઈને કોઈ ધર્માત્મા દાતા મને નવાં કપડા આપે તે ઠીક એવા વિચાર સાધુએ કરવા નહિ. (૧૨)
ભાવાર્થ-કોઈ વખત ( જીન કપાવસ્થા પ્રમાણે) વસ્ત્ર રહિત થઈ જાય, અથવા કેઈ વખત (સ્થવિર કન્ધાવસ્થા પ્રમાણે) વસ્ત્ર સહિત હેય, તે વસ્ત્ર રહિત અને વસ્ત્ર સહિતપણાના બને ધર્મો હિતકારી જાણીને જ્ઞાની સાધુએ ખેદ કર નહિ, [૧૩]. | ભાવાર્થ-પરિગ્રહ રહિત અણગારને ગામેગામ વિચરતાં સંયમ માર્ગ તરફ અધીર ઉત્પન્ન થાય છે તે પરિસહ તેણે સહન કર. (૧૪) *
ભાવાર્થ-ડાહા સાધુએ આવું અધીરપણું ત્યાગવું, અને હિંસાદિકથી દૂર રહીને, દુર્ગતિના માર્ગથી આત્માને દૂર રાખીને, ધર્મ રૂપી આરામને વિષે આનંદ માનીને આરંભ રહિત થઈ, સંપૂર્ણ શાંતિથી સંયમ માર્ગને વિષે વિચરવું. (૧૫)
ભાવાર્થ-આ સંસારમાં મનુષ્યને સ્ત્રીની કુદરતી ઈચ્છા હોય છે, તે જાણીને જે કઈ તેને પરિત્યાગ કરે છે તેજ ખરા શ્રમણ તરીકે પોતાને સાધવાચાર સફળ કરી શકે છે. (૧૬) - ભાવાર્થ-જે બુદ્ધિવત પુરૂષ સ્ત્રીને ખુંચી જવાય એવા કાદવ સમાન, ( મુક્તિ માર્ચને વિષે બંધનરૂપ) માને છે, તેને તેનાથી કાંઇ ઈજા થતી નથી, પણ તે આત્માના ઉદ્ધારને અથે ધમનુષ્ઠાન આચરે છે. (૧૭)
૨૭