________________
૨૦૮
શ્રી ઉપદેશ સાગર.
વિષે દઢ સાધુએ પાતે ફળ વગેરે છેઠવાં નહિ, તેમજ બીજા પાસે છેદાવવાં નહિ. પેાતે અન્ન પકવવુ' નહિ, તેમજ બીજા પાસે પકાવવુ' નહિ, (૨)
ભાવાર્થ:—કાગડાના પગ જેવા દુખળ ગાત્ર થઈ ગયાં હાય અને શરીર હાડકાના માળા જેવું બની ગયું હાય, છતાં પેાતાના ઉદર પાષણને માટે અન્ન પાણીનું પ્રમાણુ સાધુએ જાણવું અને ( આકુળ વ્યાકુળ ન થતાં ) પ્રસન્ન મનથી સંયમ માગે પ્રવર્ત્તવુ. (૩)
ભાવાથ:—તૃષાએ પીડાયા છતાં અનાચારના ત્યાગી સાધુ લજ્જાએ કરીને સચેત જળ પીતા નથી; પણ અચેત પાણી મેળવવાના પ્રયત્ન કરે છે. (૪)
----
ભાવાર્થ: વન, અઢવી, આદિ નિર્જન રાનમાં તૃષાથી અતિ પીડાતા હાય, હાં સુકાઇ જતુ હોય, અત્યંત વ્યાકુળ થતા હાય, છતાં સાધુએ તૃષાના પરીસઢું સહન કરવા. ( ૫ ) ભાવાર્થ :—શીત કાળને વિષે એક ગામથી બીજે ગામ જતાં શરીરે ટાઢ વાય તે પણ સાધુએ, જૈન શાસનની શિક્ષા લક્ષમાં લઈને, કવેળાએ સ્થાનાન્તર (વિહાર ) કરવા નહિ. (૬) ભાવાર્થ:—ટાઢ દૂર કરવાને માટે મારે ઘર નથી, શરીર ઢાંકવાને વસ્ત્ર પણ નથી, માટે હું અગ્નિ સેવુ' એવા વિચાર પણ સાધુએ કરવા નહિ, (૭)
ભાવાર્થ :—તાપે કરીને તપેલી જમીનથી, ખાદ્ય ( પરસેવા; મેલ વગેરે ) અને અભ્યંતર ( તૃષા વગેરે ) ગરમીની થતી પીડાથી, ગ્રીષ્મ તુના સૂર્યના તાપથી પીડાવા છતાં, સાધુએ શીતળતાની વાંચ્છના કરવી નહિ. (૮)
ભાવાર્થ:—તાપની અત્યંત પીડા પામવા છતાં મર્યાદાવતસાધુ સ્નાનની ઈચ્છા કરે નહિ; શરીર ઉપર પાણી રેડે નહિ, અથવા પંખાવિત પવન નાંખે નહિ. (૯)
ભાષા:ડાંસ મચ્છરાદિની પીડા મહાન સાંધુએ સહન કરવી જોઈએ. જેવી રીતે હાથી સંગ્રામને મોખરે રહીને શત્રુને