________________
અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧ અધ્યયનને ભાવાર્થ.
૨૦૩
ભાવાર્થ–સાધુએ ગૃહસ્થને ઘેર જમણવારમાં ભેજન કરવા માટે બેઠેલી પુરૂષની પંકતીમાં ઉભા રહેવું નહી. કારણકે તેથી અપ્રીતિ શંકાદિક દેષ ઉત્પન થવાને સંભવ છે. તેમજ ગૃહસ્થ આપેલા આહારમાં એષણ એટલે આહારના દેશનું અવલોકન કરવું; પણ જીહા ઇંદ્રીયની લોલુપતાથી સદેષ - હાર ગ્રહણ કરે નહી. અને જે શુદ્ધ આહાર મળે, તેને પૂર્વે થઈ ગએલા સ્થીવરકલપી મુની એ જેવી રીતે પાત્રમાં નિર્દોષ આહાર ગ્રહણ કરે છે, તેવી રીતે ફકત ઉદરપૂર્વી માત્ર આહાર ગ્રહણ કરીને તેને વિધીપૂર્વક એટલે સીદ્ધાંતમાં કહેલા નમસ્કાર પૂર્વક પચ્ચખાણ પારી ભક્ષણ કરે; કારણકે, અમીત ભોજન કરવાથી ઘણા દેષ થવાનો સંભવ છે. ( ૩૨ ). - ભાવાર્થ–સાધુએ ભીક્ષા માટે ગૃહસ્થને ઘેર જવું ત્યાં અતિ દૂર ન ઉભા રહેવું. કારણકે, તેથી પ્રથમ આવેલા બીજા ભીક્ષુઓને નીકળવામાં વિરોધ આવે. અથવા આહારના દેશ પણ જોઈ શકાય નહી. તેમ અતિ નજીક પણ ન ઉભા રહેવું. કારણકે, તેથી ભીક્ષુઓને અપ્રીતિ થાય. તેમજ બીજા ભીક્ષુકની પેઠે જેવી રીતે ગૃહસ્થના નેત્રને સ્પર્શ થાય, તેવી રીતે પણ ન ઉભા રહેવું, પરંતુ ગૃહસ્થના ઘરના એકાંત પ્રદેશ (ભાગ)માં ઉભા રહેવું, જેથી ગૃહસ્થ એમ ન જાણે કે, આ સાધુ બીજા સાધુઓને નીકળવાનું ઈચ્છે છે. તેમજ એકલા થઈ અગાઉ ભીક્ષાને માટે આવેલા બીજા ભીક્ષુકને ઉલ્લઘન કરીને પણ પ્રવેશ કરે નહી. ( ૩૩ )
ભાવાર્થ–જિતેન્દ્રિય એવા સાધુએ અતિ ઉચે માળેથી આહાર ગ્રહણ કરે નહી. કારણ કે, તેથી આહાર અથવા આહાર આપનારને પડી જવાનો સંભવ છે. તેમજ અતિ નીચે સ્થાનેથી પણ આહાર ગ્રહણ કરે નહી. કારણકે, ત્યાં એષણસમિતિને અસંભવ છે, અથવા આપનારને કષ્ટાદિકને સંભવ છે, અથવા ઉચે એટલે “મને સરસ આહાર મળે માટે હું લબ્ધિવંત છું” એવા અભિમાનથી અને નીચે એટલે “આહાર ન મળવાથી હું
1.