________________
૧૩૨
શ્રી ઉપદેશ સાગર. થાય છે, અને અહંકારથી નરકે જવું પડે છે, તેથી અજ્ઞાન શ્રેષ્ઠ છે. તેના સડસઠ ભેદ થાય છે.
એમ ચારેના મળી ત્રણસેં ને ત્રેસઠ ભેદ પાખંડી ધર્મના કહાં છે, તેને મેં સમજીને ત્યાગ કર્યો છે. અને જ્ઞાનપૂર્વક ક્રિયા એટલે સમદ્રષ્ટિપણે સૌ આત્મા પિતાના આત્મા તુલ્ય સમજી કેઈ જીવને ન હણ એ ધર્મ મેં મારા ગુરૂના ઉપદેશથી સિવકાર્યો છે, અને તેના પ્રતાપે કરી હું મારે પરભવ જાણું છું. પરભવે પાંચમાં દેવકથી ચવીને હું અહિં આવ્યું છું. મારું આયુષ્ય તથા પરનું આયુષ્ય સાથે પ્રકારે હું જાણું છું, અને મિથ્યાષ્ટિ લકે પરલોક છે છતાં પણ તેને માનતા નથી જેથી હું તેમને સંગ કરું નહિ.
આ પ્રમાણે સજતી મુનિનું કહેવું સાંભળી ક્ષત્રીરાજ 2ષીશ્વર બેલ્યા કે, હે સંજતી મુનિ ! તમે રાજયદ્ધિ છેડી ભલે દીક્ષા લીધી, અને ભલે તીર્થંકરને પરૂપે માર્ગ અંગિકાર કર્યો. તેજ માર્ગે ચાલજે. પ્રથમના ભરતેશ્વર ચક્રવર્તિ, સગર રાજા, સનન્ત કુમાર, શાંતીનાથ, કુંથુનાથ, અરનાથ, નમીરાજા, કરકડુ, નીગઈ, દુમઇ, દશાર્ણભદ્ર વગેરે ઘણા પુરુષોએ સંસારને ત્યાગ કરી દીક્ષા લીધેલી છે, અને મેક્ષપદ પ્રાપ્ત કર્યું છે. તમે પણ તે જ પ્રમાણે વતિ આત્માનું સાર્થક કરજે. એમ કહી મહાત્મા ચાલી નીકળ્યા, અને સંજતી મુનિ છેવટે ત૫, સંયમ પાળી, કર્મક્ષય કરી મોક્ષ પધાર્યા.