________________
૧૨૦
શ્રી ઉપર સાગર,
એમ કહી બડુ ચાલતું થયું. વાત જાણવાની જીજ્ઞાસાવાળા રાજાને આથી ચેન ન પડયું, અને ફરી તે પ્રસંગની રાહ જોઈ રહ્યો. | તેર દિવસ પછી તે બચ્ચું મરણ પામી હરણના પેટે ઉત્પન્ન થયું. વખત થયે રાજા બાણ લઈ જંગલમાં ગયે અને બચ્ચાને જોઈ ઉભું રહ્યું. એટલે જાતિસ્મરણ જ્ઞાન થવાથી બચ્ચું બોલ્યું કે, હે રાજન ! અહિં મારૂં અઢાર દિવસનું આયુષ્ય છે. જેથી કાંઈ વાત કરવાનું બની શકે તેમ નથી. અહિં અઢાર દિવસ પૂર્ણ થયે તારા નગરમાં વાણીયાને ત્યાં દીકરીપણે અવતાર લઈશ. ત્યાં વખત આવે આવી પહોંચજે, એટલે બધી વાત કરીશ, એમ કહી બચું પલાયન કરી ગયું.
વાત જાણવાની જીજ્ઞાસા અને વખત વધતે ગયે જાણી રાજા ઘણેજ અકળાયે, પણ નિરૂપાયે નવ મહીના પસાર કર્યો. પછી તપાસ કરાવતા જણાયું કે, એક વણકને ત્યાં દિકરી અવતરી છે, એટલે ખુશી થઈ ત્યાં જવા તૈયાર થયો. આવી રીતે રાજાને વણીકને ત્યાં દીકરીને જેવા જવાનું જાણું રાઈ અજાયબ થયા, એટલે કાંઈક કારણ સવને જણાવવું જોઈએ એમ ધારી રાજાએ કહ્યું કે, જે બાઈને દીકરી અવતરી છે તે બાઈએ, એક દિવસ જંગલમાંથી હું તો આવતું હતું અને કુવા કાંઠે ઉભું રહ્યું હતું ત્યારે મને પાણી પાયું હતું, જેથી ત્યારથી મેં તેને બેન કરી માની છે, અને તેને ત્યાં દીકરીને જન્મ થયે જેથી મારે ભાણીને રમાડવા જવું જોઈએ, આમ વાત કરી સર્વના મનનું સમાધાન કરી રાજા ઘોડા પર સવાર થઇ વણકને ત્યાં ગયે. શેઠે માન પાન આપી રાજાને બેસાડયા, બાદ અવતરેલ દીકરીને પાસે મગાવરાવી એકાંતમાં પૂછયું કે, હે બાળા ! ઠરાવ પ્રમાણે હું આવ્યું છું, માટે બાકીની વાત પૂર્ણ કર, હવે હું તે વાત જાણવાને બહુજ અધીરો બની ગયે છું. તે બાળાએ જાતિ સમરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી કહ્યું કે, હે રાજા ! ધીરજ રાખે. કહ્યું છે કે,