________________
કર
શ્રી ઉપદેશ સાગર.
આવી દુરાચારણી છતાં પણ રાજાઓ કાણુજાણે કેમ ધૈયયેાગે એના પરિગ્રહથી વિકળ બની જઈને સર્વે અવિનયાનું સ્થાન થઇ પડે છે, કેમકે અભિષેક સમયે જાણે મગળ કળશના જળથી તેઓનુ દાક્ષીણ્ય ધોવાઈ જાય છે. જાણે અગ્નિકા ના ઘૂમથી તેઓના હૃદય મલીન બની જાય છે. પુરોહીતની દરભાગ્રરૂપી સાવરણીથકી તેઓની ક્ષમા દુર જતી રહે છે, મસ્તક ઉપરના જાણે મુગટજ આવનાર વૃદ્ધાવસ્થાના સ્મરણુને ઢાંકી નાંખે છે. છત્રમ'ડળથીજ જાણે તેમને પરલેાકનાં દર્શન બંધ થાય છે, જાણે ચમરના પવનથી તેમની સત્યવાદીતા ઉડી જાય છે. જાણે વેત્રલત્તાએ તેમના સર્વ ગુણા હાંકી કાઢે છે, જયશબ્દના કલકલમાંજ જાણે સાધવાદ ડુબી જાય છે અને ધ્વજ પટના પવનથીજ જાણે તેમના યશ ભૂસાઇ જાય છે. તેમજ કેટલાક શ્રમને લીધે સ્થિર ખની ગયેલી પક્ષીની ડાક જેવી ચપળ, ખદ્યોતના પ્રકાશ જેવી ક્ષણુ મનેહર અને મનસ્વીજનથી નિંદીત સંપત્તિવર્ડ લેાભાઇ જઇને જરાક ધન મળવાથી ગર્વિષ્ટ થઈ, સ્વજન્મ ભુટ્ટી જઈને અનેક દોષથી વૃદ્ધિ પામેલા દુષ્ટ ઋષિર જેવા રાગાવેશથી પીડાઈને વિવિધ વિષયરસ ચાખવાને ઇચ્છતી, પાંચ છતાં પશુ અનેક શસ્ત્રજેવી લાગતી, ઈંદ્ધિઓને દુઃખ પામતા પામતા ચંચળ પ્રકૃત્તિને લીધે પસાર પામીને એક છતાં પણ સત્ સહસ્ર જેવા થઈ પડેલા મનવર્ડ આકુળવ્યાકુળ થઇ, વિવલ બની જાય છે. જાણે ગ્રહ તેમને ઘેરી લે છે, ભૂત જાણે પજવે છે, મત્રાના જાણે તેમનામાં આવેશ થાય છે, વિજ્ઞાળ પ્રાણીઓ જાણે તેમને ગભરાવે છે, વાયુ જાણે તેમની વિટંબણા કરે છે, પીશાચા જાણે તેમનું નિરક્ષણ કરી લે છે, કામમાણુથી જાણે મમ સ્થાન ભેદાયાં હાય તેમ તેઓ હજારો મુખ વિકાર કરે છે. ધનની ઉષ્ણતા જાણે ઉકળતા હાય એમ ચેષ્ટાઓ કરે છે, જાણે ઘાઢ પ્રહાર લાગ્યા હોય તેમ ગધારી શકતા નથી, કરચલાની માફક વાંકા વાંકા ચાલે છે. અધમને લીધે સત્ય કર્મ કરવાની વૃત્તિ લગ્ન થવાથી પગની પ્રમાણે તે પરપુરુષથી કરાય છે.