________________
૨૪
શ્રી ઉપદેશ સાગર.
સભારતી, અને નથી લક્ષણનુ પ્રમાણુ ગણતી, પણ આકાશમાં ઉત્પન્ન થતા ઈંદ્ર ધનુષ્યની માફક જોતજોતામાં અઢશ્ય થઈ જાય છે, હજી સુધી એને મેરૂના ભ્રમણના સ ંસ્કાર રહ્યો હાય એમ તે ભમ્યા કરે છે. પદ્મ સમૂહમાં ચાલવાથી જાણે કમળ ડડના કાંટા વાગ્યા હાય એમ કોઇ સ્થળે પગ સ્થીર રાખીને રહેતી નથી. મોટા મોટા મહીપાળાના મીરમાં એને મહા પ્રયત્ને રાખી મુકે છે, તાપણુ વિવિધ ગંધ, ગજના ગંડસ્થળનું મધુ પીવાથી જાણે મત્ત થઈ હોય એમ તે સ્ખલન કરે છે, જાણે કઠીનતા શીખવા સાજ ખગ ધરામાં વાસ કરે છે, જાણે વિશ્વ રૂપત્વ ગ્રહણ કરવાનેજ એણે શ્રી નારાયણના આશ્રય લીધે છે, કેવળ અવિશ્વાસ રાખીને એ સધ્યા કાળના કમળની પેઠે અતિ વૃદ્ધ મૂળ દંડ તથા કાષ મડળવાળા પણ ભૂપતિના ત્યાગ કરે છે. લત્તાની માફક વિટપ (લ‘પટ પુરૂષ) સાથે જોડાઇ જાય છે, ગંગા જેવી વશુ જનની છતાં પણ એ તરંગ ભુખુદૃ જેવી ચપળ છે. એટલે લક્ષ્મી પાણીના પરપેાટા જેવી ચંચળ છે, સૂર્યંની ગતિની માફ્ક વિવિધ સક્રાન્તિ પ્રગટ કરે છે, એટલે એકને સુકી બીજાને પકડે છે. પાતાળની ગુફા જેવી અંધકારથી ભરેલી છે, હેડ ંબાની માફક એનુ હૃદય માત્ર ભીમથીજ હરી શકાય છે, વર્ષાઋતુ જેવી એ ક્ષણભ'ગુર જેતીને ઉત્પન્ન કરનારી છે, એટલે વીજળીના ચમકારા જેવી છે. દુષ્ટ પીશાચણીના સમાન અનેક પુરુષાની ઉંચાઇ દેખાડે છે. અલ્પ પ્રાણીને એ ઉન્મત્ત કરી દે છે! સરસ્વતીના માનીતાને જાણે ઇર્ષાથી લીંગતી નથી. ગુણવાનને જાણે અપવિત્ર ગણીને સ્પર્શ કરતી નથી. ઉદારતાને જાણે અમગળ ગણીને માન્ય કરતી નથી. સુજનને કુલક્ષણ હોય એમ જોતી પણ નથી. કુલીનનું સર્પની માફ્ક ઉલ્લુ ધન કરે છે, શૂરાને કટકની પેઠે તજી દે છે, દાતારને દુઃસ્વપ્નની માફક સભાળતી નથી. વીનીતને ખાટકી સમાન ગણી તેની સમીપ આવતી નથી. મનસ્વીને ઉન્મત્ત ગણી હસી કાઢે છે, ઇંદ્રજાળની માફક પરસ્પર વિરાધ ( જાદુકપટ ) દર્શાવીને જગતમાં એ