________________
ર
શ્રી ઉપદેશ સાગર.
તારી વાત કરી, પરંતુ મારી શી વાત છે, તે જણાવ. માળાએ હ્યું કે, જે વખતે હું" બજાર વચ્ચે થઈ ચાલી જતી હતી અને તું જે રાણી સાથે આનંદકીડા કરતા હતા તે રાણી ચાથા ભવની તારી પાતાની જનેતા એટલે માતા છે. અને તેની સાથે તુ ભાગ ભાગવતા હતા જેથી મેહની કમની વિચિત્ર ગતિ જોઇ તે વખતે હુ· હસી હતી. માહની કર્માંને વશ થઇ માણસ પેાતાનુ જ્ઞાન ભૂલી જાય છે. આ આશ્ચર્યકારક ખીના જાણી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા, જેથી રાજા-રાણી, અને વર-કન્યા એ ચારે જણાં દીક્ષા લઇ સદ્ગતિ પામ્યાં.
મુનિએ કહ્યું હે રાજા ! સ્રીસબધ આવા પ્રકારના છે, વળી પુત્ર સંબધ પણ તેવાજ જાણવા. અને મીત્ર, સજજન, ભાઇ એ સઘળાં જ્યાંસુધી તું જીવતા હઈશ ત્યાંસુધી તારી આગતાસ્વાગતા કરો, અને જ્યારે આયુષ્ય પૂર્ણ થયું તે વખતે કાય સાથે આવનાર નથી. સવે અહિઁ જ રહેવાના અને એકીલા ચાલ્યુ જવું પડશે, પાછળ શમને દુનીના વહેવાર પ્રમાણે આંખમાં માંસ લાવી પીતા પુત્રને ઉપાડી લઇ જાય છે, અને પુત્ર પીતાને ઉપાડી લઈ જાય છે. તારા જીવ રહિત શરીરને પણ તારૂ જ કુટુંબ ઉપાડી જઇ અગ્નિ સસ્કાર કરશે, અને વખત જતાં ઐ તને ભૂલી જશે. માટે હે રાજા ! ચીજ માત્ર પરથી મેાહ ઉતારી તારા આત્માનું કલ્યાણ થાય તેમ કર. નહિ તે રાજ્યના ઋહકાર અને લક્ષ્મીનુ ઘેલાપણું જરૂર તને છેતરીને દુર્ગતિએ લઈ જશે.
રાજાએ કહ્યું કે, હે મુનિ! લક્ષ્મીનુ ઘેલાપણું શું? તેકુપા કરી જણાવે.
મુનિએ કહ્યું કે, લોકીક શાસ્રમાં સમુદ્રમાંથી મથન વખતે ચૌદ રત્ન નીકળ્યાં હતાં તે નીચે પ્રમાણે;— श्लोकः - लक्ष्मीः कौस्तुभ पारिजातक सुरा धन्वन्तरिश्चंद्रमाः गावः कामदुधाः सुरेश्वरगजो रंभादि देवागनाः