________________
અથ શ્રી સંતી ચરિત્ર.
૧૨૩ મયઃ સતગુણો વિષે ધિનુ સંસ્કૃતિ વાળુ रत्नानि चतुर्दश (प्रतिदिनं कुर्वन्तुनो मंगलम्)।
ભાવાર્થ –૧. લક્ષમી, ૨ કસ્તુભ મણિ, પારિજાતકનું ઝાડ, ૪ મદીરા, ૫ ધવંતરી, ૬ ચંદ્રમા, ૭ કામધેનુ ગાય, ૮ અરાવણ હાથી, ૯ અપસરા, ૧૦ સાત મુખવાળે છેડે, ૧૧ ઝેર, ૧૨ ધનુષ્ય, ૧૩ શંખ. ૧૪ અમૃત. એ ચાદ.
એ ચૌદ રત્નમાંથી લક્ષમી જ્યારે ક્ષીરસાગરમાંથી બહાર આવી ત્યારે પારિજાત પલ્લવ પાસેથી રાગ (રક્તતા, પ્રેમ) લીધે ચંદ્રકળા પાસેથી અતિશય વક્રતા (આડાઈ) લીધી, ઉચ્ચઃ શ્રવસ (ઈંદ્રના અ%) પાસેથી ચંચળતા ( ચપળતા, અસ્થિરતા) લીધી; વિષ પાસેથી મેહન–શકિત (મૂછ પમાડવાની શક્તિ, મેહ પમાડવાની શક્તિ) લીધી, મદિરા પાસેથી મદ (કેફ, ગર્વ) લીધે, અને કસ્તુભમણિ પાસેથી અતિ કનિતા (શરીરની અને મનની) લીધી.
એટલાં વાનાં સહવાસ–પરિચયથી, વિયાગ સમયે વિનોદ કરનાર ચિન્ડ તરીકે લઈનેજ ક્ષીરસાગરમાંથી એ બહાર આવી છે.
એ અનાર્યા જેવું બીજું કોઈ અપરિચીત નથી. પ્રાપ્ત થયા પછી પણ મહા કષ્ટ કરીને એ રહી શકે છે. ગુણરૂપી પાસના દઢ બંધનથી એને નિશ્ચલ કરી રાખી હોય, તે પણ તે નાસી જાય છે, અતિ ગર્વ ધરાવતા હજારે હૈદ્ધાઓના ખુલ્લી તરવા૨ના પહેરામાંથી પણ તે જતી રહે છે, મદઝરતા હાથીઓથી તેને ઘેરી લીધી હોય તે પણ તે પલાયન કરી જાય છે, નથી તે કોઈની સાથે પરીચય રાખતી, નથી ઉંચ કૂળને જેતી, નથી રૂપને દેખતી, નથી કૂળ કમને અનુસરતી, નથી શીલપર દ્રષ્ટિ કરતી, નથી ચતુરાઈને ગણતી, નથી શાસ્ત્ર વાકય સાંભળતી, નથી ધર્મને માનતી, નથી ઉદારતાને આદર કરતી, નથી વિશેષ જ્ઞાનને વિચાર કરતી, નથી આચારને પાળતી નથી સત્યને