________________
અથ શ્રી સતી ચરિત્ર.
13
નિના પગમાં પડો, નમન કરી, માફી માગુ' અને તે કુપા કરી ક્ષમા આપે તે જ હું જીવતા રહે અને કપીલપુરની રાજ્યગાદી ભ્રામવી શકે ! નહિ તેા હુવે બચવાના બીજો ઉપાય નથી. ” આમ ધારી મુનિ પાસે આવી ત્રણુવાર ઉગેસ સાથે વવપ્રણામ કરી, રાજા મુનિને કહેવા લાગ્યા કે, “ હે દયાળુ દેવ અનાથના નાથ! હું આપને અપરાધી, આપને શરણે આવ્યો છું, તે શરણાંગતનું રક્ષણ કરી ! મેં આપના મોટા અપરાધ કર્યો છે, ધારા તે એક સાથે કરાટા માણસને ખાળી ભષ્મ કરી નાંખા તેમ છે, પર ંતુ હે પ્રભુ ! તેવે કાપ મારા પર ન કરશે. હું ફરીથી આવા અપરાધ કદી પણ નહિ કરૂં. ” સુનિ હજી ધ્યાનમાં તદ્ઘિન હતા, જેથી રાજાને કાંઇ પણ જવાબ આપી શક્યા નહિ, અને મુનિ તરફથી કાંઈ જવાબ ન મળ્યો, જેથી હજી ગુસ્સામાં હશે, એમ ધારી રાજા વધારે ભયભ્રાંત થયે અને ફરી નમ્રતાપૂર્વક બોલ્યા કે, હું પ્રભુ ! હું કપીલપુર નગરનેા રાજા સજતિ શ્રુ, હું હજારાના પાલણહાર છું, માટે મારા પર ન કાપશે, અને મને ન મારશે, ન મારશેા, ન મારશે ! મારી પાછળ હુનરો માણસ મરશે, માટે હે દયાળુ ! તેમની દયા ખાતર મને જીવતા શખશે. ફરી હું આવા અપરાધ કદી નહિ કરૂં. માટે માશ તરફ અમીદ્રષ્ટિથી એ ! આવા રાજાના વચન સાંભળી સાધુ મહાત્માએ વિચાર્યું કે, જો આ રાજાને હવે હું જવાબ નહિ. આપુ તે તે ભયથી આપેાઆપ મરણુ પામશે. એમ મારી મુનિએ કાયાત્સગ પાળી રાજા તરફ અમીદ્રષ્ટિથી જોયુ અને ઓલ્યા કે, હે રાજા ! મારા તરફથી તને અભય છે! આટલા શબ્દ સાંભળતાંજ જાણે નવા અવતાર આવ્યે એમ હ પૂર્વક રાજા આલ્યું કે, હે પ્રભુ ! આપે મારાપર માટી દયા કરી જીવીત દાન દીધુ. તેના બદલે હુ કેવી રીતે અને ક્યારે વાળી શકીશ ? તે કૃપા કરી સમજાવા ! કહ્યું છે કે,
૧૫
હલદી જલદી નહિ તજે, ખટરસ તજે ન ગામ; ગુણીજન ગુણુ નહિ તજે, ગુણક તજે ગુલામ.