________________
૧૧}
શ્રી ઉપદેશ સાગર.
આ પ્રમાણે અભયદાનના દાતાર થા, સાના ભાત્મા પાતાના આત્મા સમાન જાણી, કાઇ જીવની ઘાત કરીશ નહિ.
.
રાજાએ કહ્યું કે, હું મહારાજ ! આપે કહ્યું તે સત્ય છે, પરંતુ હું કેવી રીતે સર્વને અભયદાનના દાતાર થઈ શકું? મ્હારૂં રાજ, મ્હારૂ કુટુંબ, મ્હારા ભંડાર એ સર્વેનું હું રક્ષણ કરનાર છું, અને એ સવ મ્હારાવડેજ નભે છે. આ સ જાળમાંથી હું કેવી રીતે અભયદાનના દાતાર થઈ શકું તે કુપા કરી મને સમજાવે.
મહાત્મા ગઈ ભાલીએ કહ્યું કે, હે રાજા ! સાંભળ:गाथा: - जयासव्वं परिवज्ज, गंतव्व मव्वसस्सते; अणिच्ये जीव लोयाम, किंरंज्जमि पसज्जसि || ભાવાર્થ:—કે રાજન ! તું સવ મ્હારૂં મ્હારૂં કરે છે, પણ તે સર્વ મિથ્યા છે, એ રાજપરીવાર સવને મૂકી એક દિવસ મરવાનું ચાક્કસ છે, વળી તે આપણી પેાતાની સત્તાથી નહિ, પરંતુ પૂર્વના સ‘ચીત કર્મની આધીનતાને લઈ પરાધીન થવું પડશે. આ અનિત્ય સÖસાર સધ્યાના રંગ અને આકાશમાં થતાં ઈંદ્ર ધનુષ્ય જેવા છે. એ રંગ ક્ષણમાત્રમાં બદલાઈ જતાં વાર લાગવાની નથી, એમાં તું શું મુર્છાભાવ રાખે છે ! રાજા મ્હારૂ મ્હારૂં કરી માંહેામાંરું યુદ્ધ કરે છે, ત્યારે તંત્તિ પૃથ્વી રૃપત્તિ નાળાં ” પૃથ્વી હસીને કહે છે કે, હે રાજા ! શામાટે અમારા કારણે માંહેામાંહે યુદ્ધ કરે છે! અમારા પર અગણિત રાજા થઈ ગયા, પણ પૃથ્વી કાઈની થઈ નથી, અને થવાની પણ નથી. પરંતુ પૃથ્વીપર રહી જે કમ બાંધ્યા તેજ સાથે ગયાં, માટે તે રાજા! તું આ રાજમાં મુર્છાત્રાવ પામી રહ્યો છું, પણ અંતે રાજ્ય તારૂ નથી !
'
રાજાએ કહ્યું કે, હૈ મહારાજ ! આપ કહો છે તે સત્ય છે, પણ રાજ્યમાં હુજી મહારે ઘણાં સુધારા કરવાના છે, વળી હજી વખત ઘણું છે, માટે પુછાથી આપ જેમ કહેશે. તેમ કરીશ.