________________
અય શ્રી સતી ચરિત્ર.
૧૧૭
સાધુએ કહ્યુ,
गाथा:- जीवीयं चेव रूवंच, विद्युसंमाय चंचलं; जथतं मुझसी रायं, पिचथ्थं नाव बुससि ॥
ભાવા:–હે રાજન ! લાંબી આશા અને વિચાર કરવાથી અંતે નીરાશ થવું પડે છે. પક્ષ્ચાપમ અને સાગરાપમની અપેક્ષાએ અત્યારે સેા વર્ષનું આયુષ્ય તે વીજળીના ઝમકારા જેવું છે, તેા જીંદગી ઘેાડી અને વિચાર કરોડો વર્ષના તે શું પુરા થવાના છે? મૃત્યુ આવે કામ અને વિચાર છેાડી દઈ જવું પડશે, અને કા અધુરાં રહેશે. માટે ટુંકા આયુષ્યમાં પરભવમાં કલ્યાણ થાય એવુ કાર્ય કરી લેવુ એજ ડાહ્યા પુરુષનુ ત્તવ્ય છે.
રાજાએ કહ્યુ... હું મુનિ ! આપ કહો છે તે સત્ય છે, પરંતુ અત્યારથી હું આપના કહેવા પ્રમાણે વર્તે, અને આત્મસિદ્ધિ કરવા બેસું તે। મ્હારી સ્ત્રીઓ, મ્હારા પુત્ર, મ્હારા બંધુઓ, મ્હારા મીત્રા તેમજ મ્હારા સ પરીવાર, મ્હારા ક્ષણમાત્રના વિચાગ સહન કરી શકે તેમ નથી. અત્યારે હું... તેમાંથી વિરક્ત થઇ કેવી રીતે ધર્મ કરી શકું ?
મુનિએ કહ્યું, હે રાજા ! સાંભળ,
गाथाः - दाराणिय सुयाचेव, मित्ताय तह बंधवा,
जीवंत मणुजीवंति, मयनाणु वयंतिय. ।।
ભાવાર્થ:–હું રાજા ! સ્રીપર જે તું માહ ધરાવે છે, તે તા ફક્ત માહજાળ છે, અને તેમાં તું સાચા છે. સ્ત્રીએ કાણુ છે અને તું કાણુ છે તેના તે હજી જ્ઞાન બુદ્ધિએ વિચાર કર્યોજ જણાતા નથી. માહની કથી મુંઝાયલા માણસાને માટે હું એક વણીકની ધનવંતી નામની પુત્રિની વાર્તા કહું છું તે તું એક ચિત્તે તે સાંભળ. તે ખરેખર હૃદયમાં ધારણ કરવા લાયક છે.