________________
અથ શ્રી સંજતી ચરિત્ર. શીકારે જાય છે, માટે તેમનું પરાક્રમ જેવા તૈયાર થાવ, હુકમ થતાંજ સવે રાણુઓ પોતપોતાના રથમાં બેસી રાજા સાથે ઉદ્યા નમાં આવી. સેનાને હરણના ટેળાની ચારે બાજુ ઉભી રાખી એટલે ચોતરફ હાથી, ઘોડા, રથ અને પાયદળે ફરી વળી મૃગના ટેળાને ઘેરી લીધું, એવામાં સંજતિ રાજા પિતાના હથીયાર સહિત ઘોડા પર બેસી તે હરણના ટેળા પાસે આવ્યા, અને બંદુકને ભડાકે કર્યો. આમ અચાનક અવાજ સાંભળતાજ હરણ
તરફ નાસવા લાગ્યાં, કહ્યું છે કે, गाथाः--सव्वे जीवा वि इच्छन्ति, जीबीउं न मरीजीउं;
तमहा पाण वहं घोरं, नीगंथा वजीयं तीणं
ભાવાર્થ–સર્વ પ્રાણીમાત્રને આ દુનિયામાં વહાલામાં વડાલું જે કાંઈ હોય તે તે માત્ર એક જીવતર છે. એટલે ગમે તેમ કરી જીવવાની ઈચ્છા કરે છે, પણ કઈ મરવાનું, ઇચ્છતું નથી, અને તેથી જ જ્ઞાનિ પુરુષ કેઈ પણ જીવને નુકસાન થાય એવું કરતા નથી, અને સર્વને પિતાના આત્મા તુલ્ય ગણે છે. જે અજ્ઞાની હોય છે તેજ ઇન્દ્રિઓને વશ થઈ અન્ય જીવને હણે છે.
આમ તે મૃગનું ટેળું આનંદથી બેઠું હતું, તેમાં અચાનક તેમના પર દુઃખ આવી પડયું, અને આમતેમ દોડાદોડ કરવા લાગ્યું. રાજા પણ જેમ હરણ નાસે તેમ તેની પાછળ, પિતાની સ્ત્રી વગેરેને પોતાનું પરાક્રમ બતાવવા પિતાને ઘડે દેડાવે છે, હરણ ભયથી બાર બાર હાથ ઉંચા કૂદે છે, તેમ રાજાને ઘોડે પણ તેવીજ રીતે તે હરણની પાછળ કૂદે છે, અને વચ્ચે નાના મોટા મૃગ જે આડા આવે છે, તેને તલવારથી દૂર કરે છે, એટલે હણે છે. રાણીએ વગેરે રાજાનું આવું પરાક્રમ જોઈ ખુશી થાય છે. એવામાં હરણના જૂથ (ટેળા)ને અધિપતિ માટે મૃગ જે કાલીયાર કહેવાય છે, તેને બહાર નીકળવાને રસ્તે મળી જવાથી એકદમ સેના બહાર કૂદી પડશે. આ જોઈ રાણીએ