________________
૯૫
શ્રી ઉપદેશ શતક કરવી તે નકામી, ચાર ખાતર પાડી ગયા પછી સાવધાન થઈ જાઝિકા કરવી તે નકામી, વૃદ્ધાવસ્થા આવી ગયા પછી સ્ત્રી સાથે વિલાસ કરવાની ઈચ્છા રાખવી તે નકામી, અને વરસાદ વરસી રહ્યા પછી પુલ બાંધ કે છાપરું સંચરાવવું તે નકામું છે, એ સર્વે બાબતની પ્રથમથી જ તૈયારી કરવી જોઈએ.
વગર અગ્નિએ શરીર બાળનાર વિષે. श्लोकः-कुग्राम वासः कुजनस्य सेवा,
कु भोजनं क्रोध मुखी च भार्या; मुर्खश्च पुत्रो विधवा च कन्या, विनाग्निना संदहते शरीरम् ॥ ६४ ॥
ભાવાર્થ ખરાબ ગામમાં વાસ કરવાથી, નીચ માણસની સેવા કરવાથી, ખરાબ ભેજન જમવાથી, ક્રોધવાળી સ્ત્રી મળવાથી, મુખ પુત્ર હોવાથી અને રાંડેલી પુત્રી હોવાથી પુરુષ વગર • અગ્નિએ બળી મરે છે.
ભર્તુહરી રાજા જે વખતે ભેખ લઈ પોતાના રાજ્યમાંથી નીકળી જવા તૈયાર થયા તે વખતે પ્રધાને કહ્યું કે, હે મહારાજા ! તમે એકાએક જાવ છે તે ઠીક કરતા નથી. આપ આપના કુટુંબને ઉપદેશ આપી સાથે લઈ જશે તે આપને એકલા મુંઝવણ નહિ પડે, અને બોલવા ચાલવાનું ઠીક પડશે.
ભર્તુહરી રાજાએ કહ્યું કે, હે પ્રધાન! મારું જે કુટુંબ છે તે મારી સાથે જ આવે છે.
પ્રધાને કહ્યું કે, મહારાજા! આપ કુટુંબ સાથે આવવાનું કહે છે તે કર્યું કુટુંબ સાથે આવે છે, તે કૃપા કરી જણાવે.
રાજાએ કહ્યું કે, હે પ્રધાન ! સાંભળ. धैर्य यस्य पिता क्षमा च जननी, शांतिश्चिरं गेहिनी। सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनः संयमः॥