________________
શ્રી ઉપદેશ સાગર. विद्वान कुलीनो न करोति गर्व,
गुणैविहीना बहु जल्पयंति ॥ ६१ ॥
ભાવાર્થ –જેમ રેલે ઘડે છલકાતું નથી તેમ અવાજ પણ કરતે નથી, પરંતુ અધુરે ઘડેજ છલકાય છે, ને અવાજ કરે છે, તેમ કુલીન માણસ વિદ્વાન થયો હોય પણ ગર્વ કરતે નથી, પરંતુ ગુણ રહિત અકુલીન માણસજ ગર્વ–અહંકાર કરે છે, કેમકે તે અધુરા છે, માટે.
જે જેને નાશ કરે છે તે વિષે. श्लोक--रुपं जरा सर्व सुखानि तृष्णा,
खलेषु सेवा पुरुषाभि मानम् । यांचा गुरुत्वं गुणमात्म पुजा,
चिंता बलं हंत्य दयाच लक्ष्मीम् ॥ ६२ ॥ ભાવાર્થ–જરાવસ્થા (ઘડપણ) રૂપને નાશ કરે છે, તૃષ્ણા સુખ માત્રને નાશ કરે છે, પલ (દુષ્ટ) માણસની સેવા કરવાથી માણસનું અભિમાન નાશ પામે છે, યાચના કરવાથી મોટાઈને નાશ થાય છે, પિતાના ગુણની પ્રશંસા કરવાથી ગુણને નાશ થાય છે, ચિંતાથી બળને થાય છે, અને લક્ષ્મીથી દયાને નાશ થાય છે.
પાછળથી પસ્તા નહિ કરવા વિષે. श्लोकः-निर्वाण दीपे किमु तैल दानं,
चोरे गते वा किमु सावधानम् ; वयोगते किं वनिता विलास, पयोग ते किं खलु सेतु बंधः ॥ ६३ ॥ ભાવાર્થ –દીને બુઝાઈ ગયા પછી દીવેલ પુરવાની ચિન્તા