________________
શ્રી ઉપદેશ સાગર,
કુપાત્ર દાન વિષે, श्लोक-कुपात्र दानाश्च भवे दरिद्रो,
दारिद्रय दोषेण करोति पापम् ; पाप प्रभावानरकं प्रयाति;
पुनरिदिः पुनरेव पापी ॥ ५७ ॥ ભાવાર્થ –કુપાત્રને દાન દેવાથી દારિદ્રયની પ્રાપ્તિ થાય છે, અને તેજ દારિદ્રયના પ્રભાવથી પાપ કરે છે, અને પાપના પ્રભાવે નરક ગતિ મળે છે, અને ત્યાંથી નીકળીને પાછા ફરી દારિદ્વી થઈ મહાપાપી બને છે. માટે કુપાત્ર દાન દેવું નહિ. જીવતાં સુધી પોતાની ચીજ પારકે હાથ ન જવા વિષે. श्लोक-सर्पस्य रत्ने कृपणस्य वित्ते,
सत्याः कुचे केसरिणश्च केशे; मनोन्नतानां शरणा गते च,
मृतौ भवे दन्य करः प्रचारः ॥ ५८ ॥ ભાવાર્થ-જીવતા મધરની મણે બીજાના હાથ આવે નહિ, કૃપણ માણસનું ધન તેના જીવતા સુધી બીજાના હાથમાં આવે નહિ. સતી સ્ત્રીના સ્તનપર જીવતા સુધી પણ સિવાય બીજાને હાથ અડકે નહિ, માની પુરુષે શરણે રાખેલે માણસ જીવતા સુધી બીજાને હાથ લય નહિ, આ સર્વે મૃત્યુ પછી ભલે બીજાના હાથ જાય પણ જીવતાં સુધી પારકે હાથ જાય નહિ.
ચતુરાઈ વધવાના પાંચ કારણ. श्लोक-देशाटनं पंडित मित्रता च,
वायंगना राज सभा प्रवेशः