________________
શ્રી ઉપદેશ સાગર,
જઈ ખમાવે. આ પ્રમાણે ભગવાનનું કહેવું સાંભળી ગૌતમ વામિએ તુરતજ પ્રાયશ્ચિત લીધું, અને આણંદ શ્રાવક પાસે જઈ ખમાવી આવ્યા, પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
હવે આણંદ શ્રાવક, બાર વ્રત, અને અગિયાર પડીમા સહિત શુદ્ધ શ્રાવકપણે પાળી, એક માસને સમય સંથારામાં
વ્યતિત થયે કાળને અવસરે કાળ કરી પહેલા સુધર્મા દેવલોકને વિષે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ચાર પાપમનું આયુષ્ય પૂર્ણ કરી, અવી, મૃત્યુલેકમાં મહાવિદેહ ક્ષેત્રમાં એક ધનાઢ્ય ગૃહસ્થને ઘેર પુત્રપણે ઉત્પન્ન થશે, અને મનુષ્ય સંબંધી પૂણું સુખ ભગવશે. પ્રસંગે તેમને મહાત્મા પુરુષને સમાગમ થયે પ્રતિ
ધ પામશે, અને તેથી સાંસારિક સુખને ત્યાગ કરી, સાધુપણું સ્વિકારી, પંચ મહાવ્રત શુદ્ધ પાળી, આઠ કર્મ ક્ષય કરી એક્ષગતિને પ્રાપ્ત કરશે.
છે અથ શ્રી ત્રિવેણી નિનું ચરિત્ર, n.
અર્થ – ચંડાલના, કુ, કુલને વિષે, સંઇ ઉપજે, ગુરુ ઉત્તમ જ્ઞાનાદિક ગુણ તેને, ધ. ધરનાર, મુ. સાધુ, હ૦ હરિકેશી. બલ એવે નામે, આ હુત, ભિક ભાવ ભિક્ષુ, જિ. જિતેંદ્રિ. ૧ मूल-सोवाग कुल संभूओ, गुणुत्तर धरो मुणी; हरिएसबलो नाम, आसि भिक्खू जिइन्दिओ॥१॥
ભાવાર્થ –હરિકેશી મુનિ ચાંડાલના કુળમાં ઉત્પન્ન થયા જેથી જાતિ ચાંડાલ કહેવાયા, પરંતુ તેમનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર ઉત્તમ ગુણ હોવાથી, અને ચારિત્રની જરા પણ વિરાધના કરી નહિ જેથી મહાત્મા પુરુષ કહેવાયા, અને જે કુળમાં જનમ્યા તેજ કૂળમાં મોટા થયા.