________________
શ્રી હરીશી મુનિનુચરિત્ર. મનપ્તિના ત્રણ ભેદ. ૧ મનમાં એમ ન ચિતવવું કે એ મરે તે સારૂં, ૨ બીજે કે તેને મારે તે સારૂં, ૩ હું તેને મારૂં. એમ વચન અને કાયગુપ્તિના ત્રણ ત્રણ ભેદ જાણવા. એ નવ ભેદે કરી વિશુદ્ધ રહેવું તે ઉત્સર્ગ માર્ગ. એમ તિંદ્રિય હરીકેશિમુનિ ભિક્ષાને માટે બ્રાહ્મણના યજ્ઞપાડાને વિષે આવ્યા.
હરીકેશિમુનિ તે યજ્ઞના મહા આરભને વિષે કેવી રીતે આવી ચડયા, તે પર
હરીકેશમુનિના પૂર્વભવની હકીકત. મથુરા નગરીના શખ નામે રાજાએ ધર્મ સાંભળી ચારિત્ર અંગિકાર કર્યું હતું. એક દિવસ શંખમુનિ ગજપુર નગર તરફ વિહાર કરતા ચાલ્યા જતા હતા. રરતામાં ચાલી ન શકાય એવી ઉષ્ણુ જમીન આવી જેથી કઈ તરફ થઈ જવું એમ વિચાર કરતા હતા એટલામાં સોમદેવ નામના પુરોહિત મળ્યા, સાધુએ તેમને ઉષ્ણુતા વગરને માર્ગ બતાવવા જણાવ્યું, પરંતુ દ્વેષબુદ્ધિએ તે પુરેહિતે સાધુને એજ માર્ગ સિવાય બીજે રસ્તે નથી એમ કહ્યું, જેથી સાધુ તેજ રસ્તે ચાલ્યા, સાધુના તપના પ્રભાવથી ઉષ્ણુતા દૂર થઈ અને સાધુ ઉદ્યાનમાં પધાર્યો. પાછળથી પુરે હિતને સાધુની આસાતના કર્યા સંબંધી પસ્તા થયે, જેથી તે ઉદ્યાનમાં સાધુ પાસે આવી કહેવા લાગ્યું કે, હું સવામિ! આપે મને માગ સંબંધી પુછયું, પરંતુ મેં દ્રષબુદ્ધિએ સરળ રસ્તે ન બતાવ્યો અને મેં આપની આસાતના કરી તે તે પાપકર્મથી હું કેવી રીતે મુક્ત થઈ શકે તે કૃપા કરી જણાવે.
જવાબમાં શંખમુનિએ તે પુરોહિતને દીક્ષા લેવા સૂચવ્યું. મુનિના ફરમાન મુજબ તુરતજ તેણે દીક્ષા લીધી, બરાબર સાધુપણું પાળ્યું, પરંતુ જાતિમદ કર્યો જેથી, કાળને અવસરે કાળ કરી દેવલોકમાં ગયા, અને ત્યાંથી એવી મૃતગંગા કિનારે બલકેટે હરીકેશી ચાંડાલના સ્વામી કે જેને ગોરી અને ગધારી બે પત્ની છે, તેમાં ગરીની કુખે ઉપન્યા. ગેરીએ સવપ્નાવસ્થામાં વસંત માસ અને કન્યાકૂલ્યા આંબાનું વૃક્ષ જોયું. પ્રભાતે સ્વપ્ન