________________
અથ શ્રી ઉપદેશ શતક. શકતા નથી, તેમજ તેને બેજે પણ જણાતું નથી. વળી આશ્ચર્યની વાત એ કે, તે વિદ્યારૂપી ધન વાપરવાથી ઘટતું નથી, પણ વધતું જ જાય છે, માટે દરેક વિદ્યારૂપી ધનને સંગ્રહ કરે. विद्या नाम नरस्य रुप मधिकं प्रद्युम्न गुप्तं धनं । विद्या भोग करी यशः सुख करी विद्या गुरुणां गुरुः॥ विद्या बंधुजनो विदेश गमने विद्या परं दैवतं । विद्या राजसु पुज्यते नहि धनं विद्या विहीनः पशुः २७ | ભાવાર્થ –માણસનું નૂર વિદ્યા છે. વિદ્યા એ કઈ જોઈ શકે નહિં તેવું ગુપ્ત ધન છે. વિદ્યા એ ભેગ, યશ અને સુખને આપનારી છે. વિદ્યા એ ગુરુને પણ ગુરુ છે. વિદ્યા એ પરદેશમાં હાય કરનાર છે. વિદ્યા બંધુ સમાન છે. વિદ્યા એ માણુસમાં મોટામાં મેટું દૈવત છે. વિદ્યાથી જ રાજ્ય સભામાં આદરસત્કાર મળે છે, પણ ધનથી મળતું નથી. માટે વિદ્યા વિનાને માણસ એ શીંગડાં અને પુંછડા વિનાને પશુ સમાન માણસ જાણ.
સંત સમાગમ મહાત્મય. गंगा पापं शशी तापं, दैन्यं कल्प तरुस्तथा । पापं तापं च दैन्यं च, हंति संतो महाशयाः॥२८॥
ભાવાર્થ --પુરાણમાં કહ્યું છે કે, ગંગામાં સ્નાન કરવાથી પાપને નાશ થાય છે, ચંદ્રમાની શીતળતાથી તાપને નાશ થાય છે, અને કલ્પવૃક્ષથી દારિદ્રતા દૂર થાય છે, એ ત્રણેમાં એકેકે ગુણ છે, પણ પાપ, તાપ અને દારિદ્રતા એ ત્રણેને એકી સાથે નાશ કરનાર સંત સમાગમ છે. માટે સદ્ગુરુની સેવા કરવામાં ઉત્તમ લાભ સમાજ,
મોટા પુરુષને મહિમા. श्लोक-वनपि सिंहा मृग मांस भक्षिणो,
बुभुक्षिता नैव तृणं चरंत ।