________________
શ્રી ઉપદેશ સાગર. ભાવાર્થ-નીચ માણસને ગમે તેટલે ઉપકાર કરવામાં આવે, પરંતુ તે ઉલટે દ્વેષરૂપ બને છે. જેમ સપને ગમે તેટલું દૂધ પાવામાં આવે, પરંતુ તે ઝેર રૂપ બને છે, તેમ દુર્જનને ગુણ કર્યો હોય પણ અવગુણ રૂપ બને છે. सर्प दुर्जनयोर्मध्ये, वरं सो न दुर्जनः । सर्पो दशति कालेन, दुर्जनस्तु पदे पदे ॥३६॥ | ભાવાર્થ-દુર્જન અને સર્ષ એ બેમાં કેણ ભલું એમ કઈ પુછે તે સપ ભલે એમ કહેવું. કેમકે સર્પ ફક્ત ચંપા
જ કરડે, પણ દુર્જન માણસ તે વગર ચંપા પગલે પગલે કરડે (દુઃખ દે છે) માટે દુર્જન માણસ કરતાં સર્ષ સારે. વળી કહ્યું છે કે, सर्पः क्रुरः खलः क्रुरः सात क्रुरतः खलः मंत्रण शाम्यते सपो, न खलः शाम्यते कदा ॥३७॥
ભાવાર્થ--ખળ પુરુષ અને સપ એ બન્ને પણ સરખા છે. સર્પ કરડે તે મંત્ર પ્રગથી પણ ઉતરે, અને ખળ પુરુષ જે હૃદયમાં ઠેષ બુદ્ધિ રાખે તે મંત્રથી પણ મટે નહિ, માટે ખળ કરતાં સર્ષ સારે. વળી કહ્યું છે કે, तक्ष कस्य विषं दंते, मक्षिकाया विषं शिरः। वृश्चिकस्य विषं पुछछं, सर्वांगे दुर्जनो विषं ॥३८॥
ભાવાર્થી--સપંને દાઢમાં ઝેર હોય છે, મધમાંખને માથામાં એર હોય છે, વીંછીને આંકડામાં ઝેર હોય છે, અને દુર્જન માણસને રૂંવાટે રૂવાટે ઝેર હોય છે, માટે તેનાથી દૂર રહેવું.
છ જણને વિશ્વાસ ન કરવા વિષે. नदीनाच नखिनाच, शृंगिणा शस्त्रपाणिनाम् । विश्वासौ नैव कर्तव्यः स्त्रीषु राज कुलेषु च ॥३९॥