________________
શ્રી ઉપદેશ સાગર | ભાવાર્થ – મહાત્મા વ્યાસ મુનિ તપશ્ચર્યાવડે બ્રાહ્મણ ગણાયા, પણ જાતિ વડે નહિ. કેમકે જાતિ જોવા જઈએ તે માછણના પેટે અવતાર લીધેલ છે. માટે જાતિ સામું નહિ જોતાં ગુણ જોવાની જરૂર છે. વળી, श्लोक-चंडालि गर्भ संभूतो, विश्वामित्र महारिषि । तपस्या ब्राह्मणो जाया, तस्मात् जाति न कारणं ॥२४॥
ભાવાર્થ –વિશ્વામિત્ર ઋષિ પણ તપશ્ચર્યાથી જ બ્રાહ્મણ ગણાયા છે. જાતિ જોવા જઈએ તે તેઓ ચંડાળની કૂખે ઉત્પન્ન થયેલા છે. માટે તપને પ્રભાવજ માટે છે, જાતિને નહિ. વળી, श्लोक-उर्वशि गर्भ संभूतो, वशिष्टोपि महारिषि । तपस्या ब्राह्मणो जाया, तस्मात् जाति न कारणं ॥२५॥
ભાવાર્થ –વશિષ્ટ નામના મહાત્મા પણ તપશ્ચર્યા વડેજ બ્રાહ્મણ ગણાયા છે. અને જાતિ જોવા જઈએ તે ઉર્વશીને પેટે અવતાર લીધેલ છે, માટે જાતિનું કાંઈ જોવાનું નથી. જેન શાસ્ત્રમાં પણ હરીકેશી મુનિ ચાંડાળ કૂળમાં ઉત્પન્ન થયા હતા. પરંતુ તપશ્ચર્યાએ કરી કેવળજ્ઞાન મેળવ્યું અને સર્વજ્ઞ થયા. માટે કેઈએ જાતિને અહંકાર કરવા જેવું નથી. | સર્વ ધનમાં વિદ્યારૂપી ધન મોટું છે. श्लोक-न चोर हार्यं न च राज हार्य,
न भातृभाज्यं न च भारकारी। व्यये कृते वर्धते एव नित्यं, विद्या धनं सर्व धन प्रधानम् ॥२६॥ ભાવાર્થ –જેની પાસે વિદ્યારૂપી ધન છે, તેને ચાર ચેરી શકતા નથી, રાજા હરી લેતા નથી, અને ભાઈઓ ભાગ માગી