________________
શ્રી ઉપદેશ સાગર, વિષે, નાના કુળને વિષે સાધુ ભિક્ષાને અર્થે પ્રવર્તે છે, તાઇ નિશ્ચે તે ક્ષેત્ર, સુલ અતિશે શોભનિક છે. ૧૫. मूल-तुब्भेत्थभो भारधरा गिराणं,
अन जाणाह अहिजवेए । उच्चावयाई मुणिणो चरन्ति, ताई तु खेत्ताइ सुपेसलाई ॥ १५ ॥
ભાવાર્થ –વળી સાધુએ કહ્યું કે, હે બ્રાહ્મણે ! મેં તમને વિદ્યા રહિત કહ્યા, જેથી તમને એમ લાગતું હશે કે, અમે વેદની વાણીને ઉચ્ચાર કરનારા અને વિદ્યા રહિત કેમ? પરંતુ જેમ ભાર ઉપાડી લઈ જનાર તેને માલીક નહિ પરંતુ ભારવહી કહેવાય તેમ તમે પણ શાસ્ત્રના પાઠ મોઢે કર્યા છે, પરંતુ તેમાંનું ખરૂં રહસ્ય સમજતા નથી જેથી તમે વેદવાણીના ભારવહીયાજ કહેવાવ. જ્ઞાન અને જાતિના અભિમાનથી બ્રાહ્મણપણું ન કહેવાય. ત્યારે બ્રાહ્મણે બોલ્યા કે, હે સાધુ! અમે બ્રાહ્મણ નહિ ત્યારે તમે બ્રાહ્મણ કોને કહે છે ? મુનિએ કહ્યું કે, જે ઉંચ નીચ ઘેર ભીક્ષાને માટે ભમે અને છવહીંસા રહિત આહાર–પાશું અયાચનાએ કરી લાવીને જીવે, પણ પિતાને માટેજ આરંભ સમારંભ કરાવેલું અન્ન લાવી જીવે નહિ, તેને વેદના જાણ કહે છે. મેટા બ્રહસ્પતિ જેવા હોય તે પણ મધુકરની માફક ભીક્ષા ગ્રહણ કરે, અને છઠ્ઠ, અઠમાદિક તપશ્ચર્યા કરે અને પંચ મહાવ્રત પાળે તે મુનિ કહેવાય. તમારી માફક તે અશીયળવંત અને અજીતેન્દ્રિય ન હોય, અને તેથી જ સાધુ એ જ સાચું પુન્યક્ષેત્ર છે, પણ બ્રાહ્મણ પુન્યક્ષેત્ર ન કહેવાય, આવા મુનિના વચને સાંભળી બ્રાહ્મણના આચાર્ય ઉપાધ્યાય અકળાયા અને જવાબ આપવાને અશક્ત થયા જાણુ હવે તેમના શિષ્ય કહે છે. ૧૫
અર્થ – અ, ઉપાધ્યાયના, ૫૦ આવરણવાદના બોલણહાર,