________________
શ્રી ઉપદેશ સાગર. બહાર નીકળી ગયા. પાસે રાજકન્યાને બેઠેલી જોઈ મુનિ બોલ્યા કે, હે કુંવરી ! હું પંચમહાવ્રતધારી સાધુ છું. મન, વચન અને કાયાએ કરી મારે જાવ જીવ સ્ત્રી સંગના પચ્ચખાણ છે. યક્ષનો પ્રતાપે આમ બન્યું છે, પણ હવે તે યક્ષ આવ્યા પહેલાં તું અહિંથી રવાના થઈ તારા માતા પિતા પાસે ચાલી જા. કુંવરી પરણવાની વાતને સ્વવત્ સમજી તુરતજ ત્યાંથી રવાના થઈ, અફસેસ કરતી ઘેર આવી, અને માતા–પીતાને સર્વ હકીકત સંભળાવી. આ આશ્ચર્યકારક વાત સાંભળી રાજાએ વિચાર્યું કે, હવે શું કરવું? આ કન્યા ન કુંવારી કે ન પરણેલી કહેવાય. મુનિની આયાતનાનું આ ફળ મળ્યું, પણ હવે મારે એને ફરી પરણાવવી, એમ ધારી સર્વ રાજ્ય કર્તાઓને તે વાત જાહેર કરાવી, પણ સીએ, તે કન્યા રાષિને પરણાવેલી જેથી ઋષિ પત્ની કહેવાય અને હવે તે ક્ષત્રિીઓને ખપે નહિ, એમ ધારી ના કહેવાથી, આથી રાજાને ઘણોજ ખેદ થયે. છેવટે પિતાના રૂદ્રદેવ નામના પુરોહિતને બોલાવ્યા, અને તેને કુંવરીનું પાણિગ્રહણ કરવા સૂચવ્યું. પુરોહીતે રાજાની આજ્ઞા માથે ચડાવી કહ્યું કે, હું તે વાત કબૂલ કરું છું, પરંતુ આ કન્યાને પાવન કરવા માટે યજ્ઞ–હોમ કરવું પડશે, અને તેનું સર્વ ખર્ચ આપે આપવું પડશે. રાજાએ તેમ કરવાનું કબૂલ કર્યું અને કન્યા પરણાવી. હવે ઘેર આવી પુરોહીતે આચાર્ય, ઉપાધ્યાય અને વિદ્યાથીઓને દૂર દેશથી બોલાવરાવી યજ્ઞની શરૂઆત કરી, અને સર્વને જમાડવા માટે ઘેબરાદિક સારા સારા મિષ્ટાન્ન તૈયાર કર્યો છે, આ વખતે મહાત્મા હરીકેશી મુનિને માસખમ
નું પારણું હોવાથી બાર વાગ્યા પછી ગોચરીએ નીકળ્યા છે. સુનિને સારે આહાર મેળવી આપવાની ઈચ્છાથી તેમના રાગી યક્ષે તેમના શરીરમાં પ્રવેશ કર્યો અને મુનિને બ્રાહ્મણના થતા યણ પાડા તરફ લઈ ગયા. તે વખતે મુનિને પાંચમી પડીમાં ચાલતી હતી, તેથી જીર્ણ અને મલીન વસ્ત્ર ખભે નાખેલાં હતાં. શરીર દુર્બળ હતું. પૂર્વભવના જાતિમદને લઈ શરીર કદરૂપું