________________
૩૫
હરીશી મુનિનું ચરિત્ર. કહી બને ત્યાં ગયા, તે સર્વેને પ્રમાદને વશ થઈ વિકથા કરતા જોયા. આથી તે યક્ષ તુરતજ ત્યાંથી રવાના થઈ પિતાના દેવ. ળમાં હરીકેથીબલ મુનિ પાસે આવી નમન કરી નિરંતર સેવા કરવા લાગ્યા.
એક દિવસ વણારશી નગરીના કૈશલિક રાજાની કુંવરી ભદ્રા પિતાની સખીઓ સહિત, પુજાની સામગ્રી લઈ ત્યાં આવી, અને તે યક્ષની પ્રતિમાને પુછ પ્રદક્ષિણ દેતાં, શરીર અને વસ્ત્ર જેનાં મલીન છે એવા કદરૂપા મુનિને જોયા, અને થુથાર કરી મુનિને તિરસ્કાર કર્યો. આથી તેને શીક્ષા કરવા માટે યક્ષે તેના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી તે કુંવરી જેમતેમ બોલવા અને બબડવા લાગી, તેને ચિત્તભ્રમ થયાનું જાણું રાજદરબારમાં લાવવામાં આવી. રાજાએ ઘણું મંત્રવાદીઓને બોલાવ્યા, અને આષધોપચાર કર્યો, પરંતુ તેથી કાંઈ આરામ ન થયા. છેવટે તે કુંવરીના શરીરમાંથી યક્ષ બેલ્યા કે, આ કુંવરીએ મારા દહેરામાં રહેલા મુનિની આ સાતના કરી છે, પણ જો તે સાધુની સાથે કુંવરીનું પાણીગ્રહણ કરાવવાનું રાજા કબુલ કરે તે હું તેના શરીરમાંથી બહાર નીકળું. રાજાએ, કુંવરી ઋષીપત્ની થઈને પણ જીવતી રહે તે સારૂં એમ ધારી તે વાત કબુલ કરી, એટલે યક્ષ બહાર નીકળી ગયે. પછી રાજા કુંવરીને લગ્ન પ્રસંગને યોગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરાવી ધામધુમથી યક્ષને દહેરે લાવ્યા, અને ત્યાં આવી મુનિને પગે પડી વિનવવા લાગ્યા કે, હે મુનિ ! આ મારી કન્યાનું પાણું ગ્રહણ કરે. મુનિ બેલ્યા કે હે રાજા ! એ કાર્ય સાધુનું નથી. સાધુએ સ્ત્રી સાથે એક સ્થાનકમાં રહેવાય નહી. વળી સિદ્ધિરૂપ મેક્ષ માર્ગની ઈચ્છાવાળા સાધુ, અશુચિમય શરીરવાળી એવી સ્ત્રીને કેમ છે?
યક્ષની ઇચ્છા તે કન્યા સાથે સાધુનું પાણિગ્રહણું કરાવવાની હોવાથી તેણે સાધુના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેથી ચક્ષરૂપ સાધુએ પરવશતાને લઈ તે કુંવરી સાથે પાણગ્રહણ કર્યું. શત્રિ પસાર થઈ એટલે પ્રભાતે યક્ષ સાધુના શરીરમાંથી