________________
શ્રી ઉપદેશ સાગર. હાર, તેજુ લેશ્યાએ કરી સહિત, જીદગી સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરવો એવા અભિગ્રહધારી, પ્રભુના મોટા શિષ્ય શ્રી ૌતમ સ્વામિએ છઠ્ઠના પારણે પહેલા પહોરે સજઝાય, બીજા પહેરે ધ્યાન, અને ત્રીજા પહેરે અધિરાઈ રહિત, પ્રભુ પાસે આવી, વંદણું નમસ્કાર કરી પૂછયું કે, હે પ્રભુ! મારે છઠ્ઠનું પારણું હોવાથી આપ આજ્ઞા આપે તે હું ધ્રુતિપલાસ વનથી નીકળી વાણીયગામ નગરમાં ભીક્ષા અર્થે જાઉં. પ્રભુએ જેમ તમારા આત્માને સુખ ઉપજે તેમ કરે, એમ કહ્યું, જેથી ગૌતમસ્વામિ મુહપતિ, રજોહરણ, પાત્રા, અને ઝેળીનું પડિલેહણ કરી ઇયોસુમતિ જોતા, ગૌચરી અર્થે વાણીયગામ નગરમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા તેઓએ સાંભળ્યું કે, આણંદ શ્રાવકે પોતાની પષધ શાળામાં સંથારે કર્યો છે. જેથી તેમને દર્શન કરાવવા તુરતજ ગૌતમ સ્વામિ આણંદ શ્રાવક પાસે આવ્યા. આણંદ શ્રાવક, શ્રીગૌતમ સ્વામિને પિતાની સમક્ષ પધારેલા જોઈ ઘણુંજ ખુશી થયા, અને કહ્યું કે “હે સ્વામિ ! આપે અત્રે પધારી મારા૫ર મેટે ઉપકાર કર્યો છે. તપશ્ચર્યાને લઈ મારામાં ઉઠવાબેસવાની શક્તિ રહી નથી, માટે કૃપા કરી આપ મારી પાસે પધારે તે હું આપના ચરણમાં ત્રણવાર મસ્તક નમાવી વંદણું કરૂં અને ચરણસ્પર્શ કરી રજ મસ્તકે ચડાવું.આથી ગતમસ્વામિ નજીક ગયા અને આણંદ શ્રાવકે તે પ્રમાણે ચણસ્પર્શ કરી પૂછયું કે, હે સ્વામિ! ગૃહસ્થાશ્રમીને અવધીજ્ઞાન પ્રાપ્ત થાય?
ગતમ સ્વામિન્હા , અવધીજ્ઞાન ઉપજે.
આણંદજી–હે સ્વામિ! મને અવધિજ્ઞાન ઉપન્ન થયું છે, ને તેથી હું પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તેમજ લવણ સમુદ્રમાં પાંચસે જે જન સુધી ઉત્તર દિશામાં ચૂલહીમવંત પર્વત સુધી ઉચે પહેલા દેવલેક સુધી અને નીચે પહેલી નરક કે જ્યાં
રાશી હજાર વર્ષની સ્થીતિનાં આયુષ્યવાળાં દુખ ભોગવી રહ્યાં છે, ત્યાં સુધી જોઉં છું.
ગતમ સ્વામિ-આણંદજી ! તમે કહે છે તે પ્રમાણે અવ