________________
૩૦
શ્રી ઉપદેશ સાગર,
તમારે, અને અડધો ભાગ જમાદાર, હવાલદાર, તુરી, ફતુરી અને મારા વચ્ચે આપવાનું કબુલ કરતા હો તે નુરી ફતુરીને સમજાવી યોગ્ય ગોઠવણ ક. શેઠે બધું જાય છે તે કરતાં અડધું પણ મળે તે ઠીક એમ ધારી કબુલ કર્યું. એટલે સિપાઈએ તે પ્રમાણે ગોઠવણ કરી
બીજે દિવસે તુરી અને ફરી હંમેશના રીવાજ મુજબ સાંજે પિતાના એટલે આવી બેઠી, અને રાજા પણ ચુપકીથી બેઠા છે, એટલે વાતચિત શરૂ કરી.
તુરીબેન ફતુરી ! આજે પેલે શેઠ રાજા પાસે ગામનું લખત કરાવા આવ્યા હતા, પરંતુ ગામને બદલે શેઠને માર ખાવે પડશે, અને તેથી નિરાશ થઈ પાછા ગયે.
ફરી ત્યારે તે બેન તુરી ! હવે રાજાની નિંદા થતી બંધ થઈને?
તુરી—બેન ફતુરી! આથી તે રાજાની વધારે અપકીર્તિ થઈ. જેમ હાથીના બહાર નીકળેલા દંતુશળ અંદર પેસે નહિ, તેમ રાજાએ આપેલું વચન કદી ફરવું ન જોઈએ. રાજાએ ગઈ કાલે વણીકને ગામ બક્ષીસ કર્યું, અને આજે ફરી ગયા એ ક્ષત્રિયની રીત નહિ. કહ્યું છે કે,
જાકે બોલે બંધ નહિ, મરમ નહિ મન માં વાકે સંગ ન કીજીએ, છોડ ચલે બન માંહ્ય.
આમ રાજાની વાતે ગામમાં ચાલી રહી છે. આવી વાત સાંભળી શકાએ વિચાર્યું કે, બલીને ફરી જવું એ મારા માટે
ન કહેવાય. ગમે તેમ વાત થાય, પણ મારે તે વણિક ગૃહસ્થને બોલાવી ગામ બક્ષીસ આપ્યાનું લખત કરી આપવું જોઈએ. એમ ધારી બીજે દિવસ શેઠને બેલાવી રાજાએ ગામ બક્ષીસ કરી લખત કરાવી આપ્યું અને શેઠે પણ કબુલાત મુજબ જમાદાર વગેરે પાંચ જણને અડધો ભાગ સોંપી દીધે. આ દ્રષ્ટાંત સિદ્ધાંત પર ઉતરી શકે છે.