________________
૨૮
શ્રી ઉપદેશ સાગર રાજની પાસે આવ્યા તમારા જેવા કેટલા ભીખારી ભરાયા છે. જાવ, તમારે વખત આવે ત્યારે મને દરબારમાં પણ પેસવા ન દેશે, એમ કહી શેઠ ચાલતા થયા. આ હકીકત પાસે ઉભેલા એક વૃદ્ધ સિપાઈના જાણવામાં આવતાં તેણે વિચાર્યું કે, આ મૂખ પણ વણિકના હાથમાં ગામ રહેવાનું નથી. તે કેઈને બે પૈસા ખુશાલી બદલ આપી પિતાને વશ કરી લેતું નથી, અને આપખુદી વાપરી ચાલ્યા જાય છે, જેથી પાછળથી ઘણે જ પડશે માટે તેને જરા સમજાવું, એમ ધારી તેણે પાસે આવી કહ્યું કે શેઠ! આ૫ને ગામ બક્ષીસ મળ્યું, છતાં જમાદાર અને હવાલદારને ખુશી કર્યા વગર ચાલ્યા જાય છે, એ ઠીક કરતા નથી. હજુ પણ તમારા સારા માટે કહું છું કે, આ રાજાના મહેલની નીચે એક ફકીરની દીકરીઓ નુરી અને ફતુરી નામની બે બહેને રહે છે. તેઓ આખા દિવસમાં શહેરમાં બનેલી સારીનરસી તમામ વાતે પિતાને એટલે બેસી કર્યા કરે છે, અને તે સઘળી વાતે રાજા ચુપકીથા સાંભળી તે ઉપર વજન રાખે છે; તમને ગામ બક્ષીસ મળ્યાના સમાચાર એ બે બહેનોએ સાંભળ્યા છે, અને કાંઈક મળવાની આશાએ આગળ ઉભીઓ છે, માટે તેને ખુશી કરતા જજે, નહિ તે પસ્તાવું પડશે. શેઠે કહ્યું કે, એ તુરી અને ફરી કેઈની મારે દરકાર નથી. તમારે સને જેમ કરવું ઘટે તેમ કરજો એમ કહી શેઠ ઘર તરફ રવાના થઈ ગત શેઠ ખુશી ર્યા વગર રવાના થઈ ગયા જેથી તુરી અને ફતુરીએ વિચાર્યું કે, જોઇએ કે હવે શેઠને ગામ બક્ષીસ કેવી રીતે મળે છે. સાંજ પડતાં બંને બહેનો પિતાના ઓટલે આવી બેઠી, અને રાજા પણ તે બનેની વાત સાંભળવા છૂપી રીતે બેઠા છે, એટલે તેઓએ વાતની શરૂઆત કરી.
નુરી કેમ બેન ફતુરી ! આજે ગામમાં કાંઈ નવિન સાંભળવા જેવી બીના બની છે? જાણવામાં હોય તે કહે.
ફરી–(રાજને ચૂપકીથી સાંભળતા જોઈ કહેલું ઠીક છે, એમ ધારી) બેન નરી! આજની વાત તે ગામમાં રાજાને ફિટ