________________
શ્રી ઉપદેશ સાગર.. મધ્યમધ્ય થઈ કે લાગ સન્નિવેશ કે જ્યાં પિતાની પિષધશાળા હતી ત્યાં આવ્યા, અને તે જગ્યાનું સવચ્છ પુંજી પહેલેહણ કર્યું. નજીકમાં જગલ જવાની અને પેશાબ પરઠવવાની જગ્યા પણ સ્વચ્છ કરવી. પછી ડાભના તરણ પથારી માટે તૈયાર કરી ત્યાં રહ્યા, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે વ્રતનું પાલન કર્યા પછી નીચે મુજબ અગિયાર પડિમા આદરી.
૧ સમકીત પડિમા એક મહીનાની તે છ છીંડી અને પાંચ અતિચાર રહિત શુદ્ધ સમક્રીત એક મહીના સુધી પાળે.
૨ વ્રત પઢિમા બે મહીનાની તે પાંચ અતિચાર રહિત શુદ્ધ સમકત સહિત બે મહીના સુધી વ્રત પાળે. - ૩ સામાયિક પડિમા તે સમકત સહિત, બત્રીશ દેષ રહિત, ત્રણ મહિના સુધી દિવસમાં ત્રણ વખત સામાયિક કરે.
૪ પિષધ પડિમા તે અઢાર દેષરહિત, બે આઠમના, બે ચઉદશના અને બે પાખીના મળી દરમહિને છ પષા ચાર મહિના સુધી કરે.
૫ નીયમ પડીમા તે સમકતપૂર્વક દિવસે બ્રહ્મચર્ય પાળે, સ્નાન કરે નહિ, પગરખાં પહેરે નહિં, કાછડી વગર ધોતીયું પહેરે, અને પિવાને દિવસે પાંચ મહીના સુધી દિવસે અને રાત્રે ચાર પહેરનો કાત્સગ કરે.
૬ બ્રહાચર્ય પમા તે છ મહીના સુધી સર્વથા બ્રહ્મચર્ય પાળે,
૭ સચેત પડીમા તે સાત મહીના સુધી સચેત (જીવસહિત) આહાર કરે નહિ
૮. આરંભ પર્વમા તે આઠ મહીના સુધી કેઈ પણ જાતને પિતે આરંભ (પાપ) કરે નહિ.
૯ નવમી પડીમા તે નવમહીના સુધી બીજા પાસે આરંભ કરાવે નહિ.
૧૦. દસમી પડીમા તે દશ મહીના સુધી બીજો કોઈ આરંભ કરીને પિતાને માટે વસ્તુ તૈયાર કરી આપે તે લે નહિ,