________________
શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર,
૧૭ નહિ એટલે આ વચને બધા જિનેશ્વરે કહ્યાં હશે કે બીજાએ ૨. કંખા એટલે જૈનધર્મ સિવાય બીજા ધર્મની ઈચ્છા ન કરવી તે; ૩. વિતીગીચ્છા એટલે કરણીના ફળને–તપશ્ચર્યાનું ફળ મળશે. કે નહિએ સંદેહ ન રાખે; ૪ ૫૨ પાસડ પરસંસા એટલે બીજાને મિથ્યા આડંબર જોઈ તેના વખાણ ન કરે, ૫, પરપાખંડ સંથ એટલે પાખંડી તથા ભ્રષ્ટાચારીને પરિત્યાગ કરે. આવી રીતે જ્ઞાનના સૈદ અતિચાર, સમકતના પાંચ અતિચાર અને પહેલા વ્રતના પાંચ, બીજાના પાંચ, ત્રીજાના પાંચ, ચેથાના પાંચ, પાંચમાંના પાંચ, છઠ્ઠાના પાંચ, સાતમાના વીસ, આઠમાનાં પાંચ, નવમાનાં પાંચ, દસમાનાં પાંચ, અગીયારમાંના પાંચ, બારમાના પાંચ અને સંથારાના પાંચ, એમ સર્વે મળી નવાણું અતિચારને ત્યાગ કરી શુદ્ધ વ્રત પાળવું એ સમજણપૂર્વક સમજ્યા પછી પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત એ બાર પ્રકારને શ્રાવક ધર્મ અંગિકાર કર્યો, અને કેટલાંક પ્રશ્નના ખુલાસા મહાવીર ભગવાન પાસેથી સમજી, હૃદયમાં ધારણ કર્યો, ત્યારબાદ શ્રી મહાવીર ભગવાનને વંદણા–નમસ્કાર કરી પ્રભુ પાસેથી રવાના થઈ આણંદજી પિતાને ઘેર આવ્યા, અને પિતાની પતિવ્રતા સ્ત્રી શિવાનંદા પ્રત્યે બોલ્યા કે, હે દેવાનુપ્રિય! મને આજે અપૂર્વ લાભ થયે છે. મેં કદી પણ નહિ સાંભળેલ અને નહિ અંગિકાર કરેલો એ કેવળજ્ઞાનીને ભાખેલ ધર્મ શ્રી મહાવીર ભગવાન પાસેથી સાંભળે. તે ધર્મ સેવવાયોગ્ય અને ઈચ્છવાયોગ્ય છે. તે ધર્મ અંગિકાર કર્યાથી આત્માનું કલ્યાણ શય છે, અને ભવોભવનાં દુઃખ દૂર થાય છે, એમ સમજી મેં શ્રી મહાવીર ભગવાન પાસે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત મળી બાર વ્રત અંગિકાર કર્યો છે.
ઉપર પ્રમાણે આણંદજીનું કહેવું સાંભળી શીવાનંદાના હૃદયમાં આનંદ પ્રાપ્ત થયા અને વિચાર્યું કે પુરુષ-સ્વામી–ને ધર્મ એ જ સ્ત્રીને ધમ હવે જોઈએ. જેથી તેઓ પણ પોતાના માણસોને બેલાવી, રથ તૈયાર કરાવી તેમાં બેસી શ્રી મહાવીર