Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ
૧૯ નિકાયોમાં પ્રથમની બે નિકાય અર્થાત્ ભવનપતિ અને વ્યંતર એ બે નિકાયોની અહીં વાત કરેલી છે. આ બે નિકાયોમાં દેવોના જેટલા વિકલ્પ છે. તે દરેક વિકલ્પમાં બે-બે ઈન્દ્રો હોય છે એટલે કે ભવનપતિ નિકાય ના દસ ભેદ છે તો તે દશમાં અને વ્યંતર નિકાયના આઠ ભેદ છે તોતે બંનેના પણ બે-બે ઈન્દો જાણવા.
- પૂર્વયો: પૂર્વના બે.
-પૂર્વયો: શબ્દથી પ્રથમ અને દ્વિતીય એ બે નિકાયનું ગ્રહણ કરવું જોઈએ. તેથી જ ભવનપતિ અને વ્યંતર નું ગ્રહણ થયું.
–પૂર્વ શબ્દને મોસ્ પ્રત્યયેલાગી જે પૂર્વયો: રૂપ બન્યું છે.તે દ્વિવચનાન્ત રૂપ હોવાથી આઘની બે નિકાયનું ગ્રહણ સૂચવે છે.
- અથવા પ્રથમ નિકાયની નીકટતાને લીધે કે તૃતીયાદિ નિકાયની અપેક્ષા એ જોતા દ્વિતીય નિકાયનું પણ “પૂર્વીપણું સિધ્ધ થાય છે. માટે તેનું ગ્રહણ કર્યું.
આ જ દીન્ના: અહીં બે-બે ઇન્દ્રો એવો વણા રૂપ અર્થ ગર્ભિત છે. તેથી તેનો વિગ્રહ દ્રૌઢ ડુન્દ્રી યેષાં તે દીન્દ્રા: એ પ્રકારે થશે.
– અહીં વણાર્થની વિવક્ષા હોવાથી બે-બે ઇન્દ્રો એવો અર્થ થાય છે કે જેના પરિણામે અસુરકુમાર આદિ ભવનપતિમાં અને કિન્નર આદિ વ્યંતરોમાં દક્ષિણનો એક અને ઉત્તરનો એક એવા બે ઇન્દ્રોની ગણના કરવામાં આવેલી છે.
જ પૂર્વની બે નિકાય જ સૂત્રમાં કેમ લીધી?
$ જો બધાં જ ઈન્દ્રો એક-એક હોત તો આવી સમસ્યા ઉત્પન્ન થઈ ન હોત. પરંતુ પૂર્વની બે નિકાયમાં [ભવનપતિ અને વ્યંતર માં] પ્રત્યેક જાતિમાં બે-બે ઇન્દ્રો છે. જયારે બાકીની બે નિકાય [જયોતિષ્ક અને કલ્પોપન્ન વૈમાનિકમાં એક-એક ઈન્દ્રજ છે.] - આ રીતે દીન્દ્રા: એવું સૂત્ર બનાવવાથી પ્રથમની બે નિકાયને સ્પષ્ટપણે અલગ પાડેલ છે. કેમકે પૂર્વ સૂત્રઃ૪માં સામાનિ આદિ દશ ભેદ જણાવવા થકી બધી નિકાયમાં ઇન્દ્રો છે તેવું સ્પષ્ટ કથન તો કરેલું છે. તેથી એક ઈન્દ્ર છે તેવું બીજી વખત કહેવાની જરૂર નથી.
– પરંતુ ઈન્દ્રોની સંખ્યા એકને બદલે બે હોવાથી પ્રથમ બે નિકાય માટે અલગ કથન આવશ્યક હતું. માટે સૂત્રકારે પૂર્વની બે નિકાય જ લીધી.
જ બે-બે ઈન્દ્રોના નામ નિર્દેશ# ઇન્દ્રોની સંખ્યા ૪૮ કે ૬૪-મંતવ્ય ભેદ સ્પષ્ટીકરણ. સૂત્રકારમહર્ષિએ તત્વાર્થસૂત્રના સ્વોપજ્ઞ ભાષ્યમાં જે સંખ્યાની નોંધ કરી છે તે મુજબ(૧) ભવનવાસિના ૧૦૪૨=૨૦ ઈન્દ્રો (૨) વ્યંતર નિકાયના ૮x૨ ૧૬ ઈન્દ્રો (૩) જયોતિષ્ક નિકાયના ૨ ઇન્દ્રો (૪) વૈમાનિક નિકાયના ૧૦ ઇન્દ્રો
એ રીતે કુલ - ૪૮ ઇન્દ્રોની નોંધ કરેલી છે. પણ વાણ વ્યતર જાતિના – બીજા - ૧૬ ઈન્દ્રો સંબંધિ કંઈપણ કહયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org