Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પપ
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૪
– સૂર્યાદિ પાંચે જયોતિષ્ક વિમાન મેરુની પ્રદક્ષિણા દેવાવાળા અને નિત્ય ગમન કરવાવાળા છે. તેમની મેરુ પ્રદક્ષિણારૂપ ગતિ નિત્ય છે તેથી જ તેમને મેરુ પ્રદક્ષિણા નિત્યગતિવાળા કહ્યા છે.
જ ભ્રમણ કક્ષાઃ- આ જયોતિષ્ક વિમાનો મેરુ થી ૧૧૨૧ યોજન દૂરથી મેરુ પર્વતને ભ્રમણ કરે છે.
-આ ભ્રમણ પરિમંડલાકાર-ગોળ ઘેરાવા રૂપ હોય છે. - હારિભદ્દીય ટીકામાં પણ આ અંગે એક ગાથા મુકી છે. “एककारसेक्कवीसासयएक्काराहिआ य एक्कारा मेरुअलोगाबाहं जोइसचकक चरइ ठाइ"
મેરુપર્વત થી તારાનું વિમાન ૧૧૨૧ યોજન દૂર રહીને ચાલે છે. તેથી જયોતિષ ચક્રનો ત્યાંથી આરંભથયો ગણાય તેને આશ્રીને અહીં ભાષ્યકારે મેરુથી ૧૧૨૧ યોજન દૂરની ભ્રમણ કક્ષા જણાવેલી છે.
સૂર્ય-ચંદ્રના મંડલને આશ્રીને આ ૧૧૨૧ યોજનાનો અંકન સમજવો કેમકે તેનું અંતર તો પછીથી અલગ જણાવેલ છે.
સમગ્ર જયોતિષચક્ર માટે કહેવાયું છે કે- જયોતિષ્કવિમાનો મેરુપર્વતથી ૧૧૨૧ યોજન ચારે તરફથી દૂર છે અને અલોકાકાશથી અંદરની તરફ ૧૧૧૧ યોજન છે, અર્થાત્ જયોતિષ ચક્રથી અલોકાકાશ ૧૧૧૧ યોજન દૂર છે.
– સૂર્ય મંડલ મેરુપર્વત થી ૪૪૮૨૦ યોજન દૂરથી શરૂ થાય છે. – ચંદ્ર મંડલ મેરુપર્વત થી ૪૪૮૨૦યોજન દૂરથી શરૂ થાય છે. – નક્ષત્ર મંડલ મેરુપર્વત થી ૪૪૮૨૦ યોજન દૂરથી શરૂ થાય છે. -તારા મંડલ મેરુપર્વત થી ૧૧૨૧ યોજન દૂરથી શરૂ થાય છે. – ગ્રહ મંડળ વિશે આવો કોઈ સ્પષ્ટ નિયમ નથી. – સૂર્ય ૧૮૪ મંડલ વિલયકાર ગતિ કરે છે. - જયારે ચંદ્ર ૧૫ મંડલ કરે છે.
-આ સૂર્ય ચંદ્રમંડલમાં જંબૂઢીપના સૂર્ય ચંદ્રનું ચાર ક્ષેત્ર ૫૧૦યોજનાથી કંઈક અધિક કહેલું છે. તે આ રીતે
જંબુદ્વીપમાં પર્યન્ત ભાગથી ૧૮૦ યોજન અંદર અને લવણ સમુદ્રમાં ખસતું ખસતું ૩૩૦યોજન [થી કંઈક અધિક એ રીતે કુલ સાધિક ૫૧૦ થોજન ભ્રમણ ક્ષેત્ર થશે
- આ વિશે વિસ્તૃત માહિતી ક્ષેત્ર સમાસ ગ્રન્થ થી જાણવી.
* સૂર્યાદિ સંખ્યા -જંબૂદ્વીપમાં બે સૂર્ય, લવણસમુદ્રમાં ૪-સૂર્ય, ઘાતકી ખંડમાં ૧૨ સૂર્ય, કાલોદધિમાં સમુદ્રમાં ૪૨ સૂર્ય, પુષ્કરાર્ધમાં ૭૨ સૂર્ય છે. આ પ્રમાણે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય છે.
આ જ રીતે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ ચંદ્ર છે. તે સૂર્ય-ચંદ્ર-પૂર્વમાં ૬-૬૬પશ્ચિમમાં ૬૦-૬એમ બે ભાગમાં વિભાજીત હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org