Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છેલ્લે કહીએ તો તિર્યંચોને શેષ કહ્યા છે. જો આપણે આવા શેષ ન થવું હોય, ભારવાહક નબનવું હોય, સિધ્ધશીલાએ જઈ પાછા ન આવવું હોય તો આતિર્યંચ પણાથી દૂરજવાયોગ્ય કર્મોનું ઉપાર્જન કરવું. યાવત સર્વથા કર્મ મુક્ત બનવા પ્રયત્ન કરવો
0 0 0 0 0
અધ્યાયઃ૪-જૂથ:૨૯) U [1]સૂત્રહેતુ-તિર્યંચ અને મનુષ્ય ની આયુ સ્થિતિ પૂર્વે ત્રીજા અધ્યાયમાં બતાવી તે રીતે આ સૂત્ર થકી સૂત્રકાર દેવોના આયુ પ્રમાણને જણાવવાનું અધિકાર સૂત્ર બતાવે છે.
U [2]સૂત્ર મૂળ:-*સ્થિતિ: 0 [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે
[4]સૂત્રસાર - સ્થિતિ [અર્થાતુ આયુષ્યના કાળને જણાવે છે [5]શબ્દશાનઃસ્થિતિ - આયુષ્યનું પ્રમાણ [6] અનુવૃત્તિ-સ્પષ્ટ રીતે કોઈ સૂત્રનું અનુવર્તન થતું નથી.
[7]અભિનવટીકા- આ અધિકાર સૂત્ર છે. -આ સૂત્ર થકી સૂત્રકાર એવું જણાવવા માંગે છે કે-હવે હું દેવોના નારક ના પણ આયુષ્યના પ્રમાણને કહીશ.અર્થાત્ આ સૂત્ર હવે પછીના તમામ સૂત્રો માટેનું પ્રતિજ્ઞા સૂત્ર છે.
- પૂર્વે અધ્યાય ત્રણમાં મનુષ્ય તથા તિર્યંચના આયુષ્યને જણાવેલું છે. આ સૂત્રથી ચોથા અધ્યાયના અંત સુધી દેવ તથા નારકના] આયુષ્ય પ્રમાણને જણાવે છે.
- વૈમાનિક દેવોનો અધિકાર જે ચાલતો હતો તે પૂરો થયો છે
હવે સ્થિતિ: અધિકાર ચાલુ થાય છે. આ હકીકત નો ઉલ્લેખ પૂર્વેસૂત્ર ૪:૨૭ વૈમાનિ માં પણ કર્યો હતો કે વૈમનનો અધિકાર સ્થિતિ સૂત્ર સુધી જ છે. .
સ્થિતિ: શબ્દની વ્યાખ્યા પૂર્વેસૂત્ર ૩ઃ૧૭ નૃસ્થિતી પર પરે, માં કરાઈ છે તે મુજબ અહીં પણ જધન્ય તથા ઉત્કૃષ્ટ બે રીતે આયુપ્રમાણ જાણવું
U [8] સંદર્ભ# આગમ સંદર્ભ ત્રુ વિ પ્રજ્ઞા, ૫. ૪જૂ.૨૫-૭ U [9] પદ્ય(૧) સ્થિતિ શબ્દ જીવ કેરૂ આયુ બે ભેદે કરી
ઉત્કૃષ્ટને જધન્ય ભેદ ધારવું તે ચિતધરી (૨) બીજું પદ્ય-પૂર્વસૂત્ર ૪:૨૮ માં કહેવાઈ ગયું છે |[10]નિષ્કર્ષ પ્રત્યેકની સ્થિતિ સાથે સૂત્રનો નિષ્કર્ષ અપાયો છે. દિગમ્બર આમ્નાયમાં આવું અલગ સૂત્ર નથી તેઓ એ સૂત્ર ૮:૨૮ માં સાથે જ સ્થિતિ:શબ્દ ગોઠવી દીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org