Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કરતા નીચનીચેના દેવોમાં હીનતા અર્થાત્ ઘટાડો કઈ રીતે છે તે દર્શાવે છે.
પૂર્વ સૂત્રની માફક આ સૂત્રમાં પણ વૈમાનિ,રેવા અને પરિપર ની અનુવૃત્તિ છે. જ ગતિઃ-ગતિ એટલે અન્ય સ્થળે ગમનકરવાની શકિત અને ગમન કરવાની પ્રવૃત્તિ
આ ગમન પ્રવૃત્તિ વિષયક ભાષ્ય અને ટીકાને અહીં બે ભાગમાં વિભાજીત કરી છે. કેમ કે અનુવાદોમાં કેટલીક ગુંચ સર્જાતી જોવા મળે છે. અહીં ગુંચ ન સર્જાય તેવી રીતે ભાષ્યને ગોઠવવા યથામતી પ્રયત્ન કર્યો છે.
(૧)ગમનશકિત તથા પ્રવૃત્તિ ની અપેક્ષા એ ક્રમશઃ હીનતા કઈ રીતે? (૨) સંલગ્ન વિષય રૂપે અધો-તિય દીશામાં ગતિ કઈ રીતે?
[૧] ગમનશકિત અને પ્રવૃત્તિ - ઉપર-ઉપરના દેવોમાં ગમનપ્રવૃત્તિ ઓછી ઓછી હોય છે કેમકે ઉપર-ઉપરના દેવોમાં રહેલી મહાનુભવતા, અને ઉદાસીનતા અધિક અધિક કારણે દેશાંતર વિષયક ક્રીડા કરવાની રતિ અને પ્રીતિ વગેરે ઓછાં ઓછાં થતા જાય છે. પરિણામે ગમન પ્રવૃત્તિ પણ ઘટતી જાય છે.
- વળી ઉપર-ઉપરના દેવો શુભ પરિણામી હોવાથી-અહીં તહીં જવાના વિષયમાં રૂચી વાળા હોતા નથી વિષય સંકલેશ પણ ઘટતો જતો હોવાથી ગમનપ્રવૃત્તિ મર્યાદિત રહે છે.
ફકત અરિહંત પરમાત્માના કલ્યાણકાદિ પ્રસંગોમાં કે કયારેક તીર્થભૂમિની વંદનાદિ કરવા પોત-પોતના કલ્પની બહાર નીકળે છે.
[અય્યતેન્દ્રનું ચોથી નરકે લક્ષ્મણ-રાવણના પ્રતિબોધ માટે જવું તે અપવાદિક પ્રવૃત્તિ છે. સર્વ સામાન્યતયા આવું બનતું નથી
રૈવેયક તથા અનુત્તરના દેવોતો પોતાના વિમાન છોડીને પણ કયાંય જતા નથી
[૨] સંલગ્ન વિષય સ્વરૂપે અહીં ભાષ્યકાર અધો અને તછ ગતિને જણાવે છે તે આ शत-द्विसागरोपमजधन्यस्थितीनां देवानाम् आसप्तम्यां गतिविषयस्तिर्यग् असंख्येयानियोजन कोटीकोटी सहस्राणि । ततः परतः जधन्यस्थितिनाम् एकैकहीना भूमयो यावत् तृतीया इति ।
સમાનતકુમાર આદિ દેવો જેમની જધન્ય સ્થિતિ- બે સાગરોપમ હોય છે તે આ અધો ભાગમાં સાતમા નરક સુધી અને તીચ્છ ભાગમાં અસંખ્યાત હજાર કોડાકોડી પર્યન્ત જવાનું સામર્થ્ય ધરાવે છે.
તેથી આગળની જધન્ય સ્થિતિવાળા દેવોની ગતિ એક એક ઓછી નરકભૂમિ સૂધી થઈ શકે છે. આ ઘટાડાની મર્યાદા ત્રીજી નરક સુધીની છે.
અિહીં એક સ્પષ્ટતા ખાસ કરવાની કે - કઈ જધન્ય સ્થિતિવાળા કઈ નરક સુધી જઈ શકે છે. તેનુ સ્થિતિ વાર કોષ્ટક કે માહિતી ભાષ્યમાં ટીકામાં કે ગ્રન્થાન્તર જોવા મળેલ નથી) તેથી અહીં માત્ર ઉપરની ગમન હદ સાતમી નારકી અને નીચેની હદ ત્રીજી નારકી કહી છે]
ગુંચ અનુભવાય તેવો વિષય બન્યસ્થિતિના” છે
સૂત્ર મુજબ તેનો અર્થ લઈએતો એવું કથન થઈ શકે કે -બે સાગરોપમ જધન્ય સ્થિતિ કરતા અધિક અધિક જધન્ય સ્થિતિવાળા અર્થાત્ ઉપર-ઉપરના દેવોની ગમનશક્તિ ઘટતા છ-પાંચ-ચાર અને ત્રણ નરક ભૂમિ પર્યન્તની રહે છે. અર્થાત્ ઉપર-ઉપરના કલ્પમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org