Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૫
૯૯ * સૂત્રકાર ભગવત લોકાન્તિક દેવને “બ્રહ્મલોકાલયા' કહ્યા છે તોશું બ્રહ્મલોકમાં રહેનારા બધાં દેવો લોકાન્સિક સમજવા
-ના. બ્રહ્મલોકમાં અનેક દેવ રહે છે. તે સાથે ઉપર વર્ણવેલ કૃષ્ણરાજીના મધ્યે તથા આંતરામાં લોકાન્તિક દેવ પણ રહે છે. અહીં સૂત્રકારનો આશય એવું જણાવવાનો નથી કે બ્રહ્મલોકમાં બધા લોકાન્તિક દેવો રહે છે. સૂત્રકાર એવુ જણાવવા માંગે છે કે લોકાન્તિક દેવો તો બ્રહ્મલોકમાં જ રહે છે. અન્યત્ર રહેતા નથી.
લોકાન્સિક દેવની વિશિષ્ટતા - લોકાન્તિક દેવનું અલગ ગ્રહણ તેની ખાસ બે વિશેષતાને કારણે છે.
(૧) સ્થાન વિશેષતા-તેમનો નિવાસ બ્રહ્મલોકના અન્ય દેવોની સાથે હોતો નથી. પણ બ્રહ્મલોકના અંતે ચારે તરફ-આઠ દિશાઓમાં ઉપર કૃષ્ણરાજીના સ્વરૂપમાં વર્ણવ્યો તે રીતે બિલકુલ અલગ હોય છે. તેથી જ તેને લોકાન્તિક કહયા છે.
(૨) અનુભાવ વિશેષતા - લોક એટલે જન્મ-જરા-મરણ રૂપ સંસાર તેનો અત્ત જેઓએ કર્યો છે.તે લોકાન્તિક કેમકે અડદેવોએ કર્મક્ષયનો અભ્યાસ કરી લીધો છે.તેઓ હવે મનુષ્ય પર્યાયને ધારણ કરી નિયમા મુકત થવાવાળા છે.માટે અનુભાવની અપેક્ષાએ તેનામાં વિશેષતા છે, આ ઉપરાંત તેની વિશેષતા વર્ણવતા કહે છે કે
$ લોકાન્તિક દેવો લઘુકર્મી અને વિષયથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે. # તેઓ પરસ્પર નાના-મોટા ન હોવાથી સ્વતંત્ર પણ છે.
૪ તિર્થંકર પરમાત્માનો દીક્ષાનો અર્થાત્ ગૃહત્યાગ કે નિષ્ક્રમણ નો અવસર જાણી અહીં તીચ્છલોકમાં આવે છે. અને તીર્થકર થનાર આત્મા પાસે આવી [qદ કુદ] હે ભગવાનબોધ પામો,બોધ પામો. તીર્થને પ્રવર્તાવો એવા શબ્દો થકી પરમાત્માં ને દીક્ષાનો અવસર જણાવવાના પોતાના આચારનું પાલન કરે છે.
U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભઃ-વંમોહ છે. તિયા તેવા પૂUOા સ્થાયી ૮ જૂદરરૂપ ૪ તત્વાર્થ સંદર્ભ સૂત્ર ૪:૨૬-સારસ્વતાવિત્યવી લોકાંતિક દેવો. જ અન્યગ્રંથ સંદર્ભઃ(૧) ક્ષેત્રલોક પ્રકાશ-સર્ગઃ૨૭ શ્લોક ૧૬૧ થી ૨૪૪ (૨) તત્વાર્થ પરિશિષ્ટ-સૂત્ર-૮૦ નું વિવરણ
[9] પદ્યઃ- બંને પદ્યો સૂત્ર ૨૬ માં સાથે આવેલા છે. 1 [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર ૨ માં આપેલ છે.
0000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org