Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૨] સર્વાર્થસિધ્ધ વિમાનના દેવો ઘુ ઘરમાં જ હોય છે તેઓ અનુત્તર વિમાન માંથી ચ્યવી, મનુષ્ય જન્મ ધારણ કરી સીધા મોક્ષમાં જાય છે
-सकृत् सर्वार्थसिद्धमहाविमानवासिनः
૧૦૬
[૩] અનુત્તર વિમાન સિવાયના બાકીના વૈમાનિક દેવો કે તમામ નિકાયના દેવો માટે ભાષ્યકાર કહે છે કે શેષા: તે મનનીયા:
બાકીના દેવોને આગમોક્ત કથનાનુસાર એક-બે-ત્રણ-ચાર વગેરે મનુષ્ય ભવો પામીને પણ મોક્ષ પ્રાપ્તિ થઇ શકે છે. જો કે આ કથન સમ્યક્ દૃષ્ટિ કે ભવિ જીવોને આશ્રીને સમજવું અભવ્ય જીવો પણ ત્રૈવેયક પર્યન્ત ઉત્પન્ન થાય છે. પણ તેઓ કદાપી મોક્ષે જનારા નથી
વિશેષ:- સૂત્રમાં અન્ય બે ત્રણ બાબત અનુકત હોવા છતાં મહત્વની છે
-
૧ અહીં વ્રુિત્તરમાં કહ્યું તે મનુષ્યના બે જન્મને આશ્રીનેજ સમજવું જો વિનયવિ નો દેવ ભવ ગણવામાં આવે તો ત્રણ ભવ થશે. કેમ કે મનુષ્ય-પછી વિજયાદિનો ભવ-પછી મનુષ્યપણું-પછી મોક્ષ. પણ મનુષ્ય જન્મને આશ્રીને ભવ ગણના હોવાથી બે-છેલ્લાભવ કહ્યા -૨ કેટલાંક એમ કહે છે કે વિજયાદિ ચાર થી ચ્યવીને તે દેવ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. ત્યાંથી સર્વાર્થ સિધ્ધમાં ઉત્પન્ન થઇ, મનુષ્યપણાને પામીને મોક્ષ જાય છે.
આ વાત બિલકુલ અનુચિત્ત છે કેમ કે એવું વિધાન કરવાથી વિજયાદિ ચારનું કોઇ મહત્વ રહેતું નથી. સર્વાર્થસિધ્ધનો જીવતો એકાવતારી હોય જ છે.
તેથી આ વિધાન વિજયાદિ ચારમાં બે વખત ઉત્પન્ન થનાર જીવને આશ્રીને જ સમજવું. અર્થાત્ વિજયાદિ ચારમાં બે વખત ગયેલ ચરમ શરીરી ગણવા. જે ક્રમ આ રીતે છે. વિજયાદિમાં-ત્યાંથી ચ્યવીને મનુષ્ય-ફરી વિજયાદિમાં -ફરી મનુષ્ય-પછી મોક્ષ. નોંધઃ-આદ્વિધર્મ તો મહત્તમ નિયમછે ઉત્કૃષ્ટ પરિણામી જીવ એક વખતમાં પણ મોક્ષ પામી શકે છે.
૩- અનુત્તર વિમાનના જીવો લઘુકર્મી હોય છે. જે મુનિઓને મોક્ષની સાધના થોડી બાકી રહી હોય-અર્થાત્ જો પૂર્વભવમાં અંતર્મુહૂર્તનું આયુષ્ય વધુ હોત અથવા છઠ્ઠના તપ જેટલી વધુ નિર્જરા થઇ હોત તો સિધા મોક્ષે ગયા હોત, પણ ભવિતવ્યતાના યોગે થોડી સાધના ખૂટી. તેથી અનુત્તરમાં ઉત્પન્ન થયા હોય [એવું ભગવતીજીમાં કહ્યું છે]
-
– ૪ સ્વોપન્ન ભાષ્યમાં સૂત્રકારે વિનયવિવુ પછી અનુત્તરેપુ શબ્દ જોડેલ છે તેનો અર્થ એ કે અનુત્તર એવા વિનય-વૈનયન્ત...નું જ ગ્રહણ કરવું અન્ય કોઇ વિષય વગરેનું નહીં
[] [8]સંદર્ભ:
ૐ આગમ સંદર્ભઃ- વિનય વેનયંત નયંત અપાનિયે ટેવત્તે વડ્યા વન્નિતિયા પળત્તા ગોયના ! :ફ અસ્થિ, સફ સ્થિ,નત્યિ ગટ્ટુ વા સોસ વા...પ્રજ્ઞા ૫. ૬-૩.૨૬. ૨૦૬-૨૪
સૂત્રપાન સમ્બન્ધ:- એક જન્મમાં આઠ વ્યેન્દ્રિય કહી છે [ સ્પર્શ-૨સ-બેધ્રાણ બે ચક્ષુબે શ્રોત્ર] તેથી બે જન્મોમાં સોળ વ્યેન્દ્રિય થશે. આ રીતે આઠ વ્યેન્દ્રિય વાળા એકાવતારી, સોળ દ્રવ્યેન્દ્રિય વાળા બે વખત અનુત્તર જઇ મોક્ષે જનારા છે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org