Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સત્ય તે બહુશ્રુત જાણે. (૨)લોકાન્તિકનવ કે આઠ:-૧-ટ્વેતામ્બરીય માન્યતા માં નવ અને આઠ બંને ભેદોનો ઉલ્લેખ જોવા મળેલ છે. -દિગમ્બર આસ્નાયતો નિશ્ચિત પણે આઠ ભેદ હોવાનું કહે છે.
-૨-શ્વેતામ્બર માન્યતા મુજબ જયાં આઠ ભેદ નો ઉલ્લેખ છે ત્યાં નવમાં કરિષ્ટ [રિષ્ટનો ઉલ્લેખ થતો નથી.
જયારે દિગમ્બર પરંપરા મુજબ મહત નો ઉલ્લેખ નથી. સુિખલાલજીના માનવા પ્રમાણે મતો પાઠનો પ્રક્ષેપ થયો હોવો જોઈએ પણ તેમની આ માન્યતા અનુચિત છે. કેમકે શ્રી સ્થાનાંગ સૂત્રમાં આઠમા સ્થાનમાં “મરુત''શબ્દને જણાવતો પડ્યા પાઠ છે જ જે ““મરુત''શબ્દનું સંજ્ઞાન્તર છે. વળી સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ “મફત''નો ઉલ્લેખ છે જ] -૩-સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્ર ૪:૨૫તથા ૪:
૨બંનેમાં સ્પષ્ટતયા આઠ ભેદોનું જવિધાન છે. અષ્ટવિન્ય પ્રવૃત્તિ- જુઓ ૪:૨૫ બ્રહ્માયા,
एते सारस्वतादयोऽष्टविद्या हुमो ४:२७ सारस्वतादि. -૪-જયારે આઠનું વિધાન હોવા છતાં પણ બધાએ અરિષ્ઠશ્વ વાળા પદ સહિત નવલોકાન્તિકનો જ ઉલ્લેખ કરે છે. હવે જો તત્ત્વાર્થના ભાષ્યને સ્વોપજ્ઞ ભાષ્ય રૂપે જયારે સ્વીકારેલ છે તો પછી આ રીતે ભાષ્યનો અપલાપ કરીને સીધું નવલોકાન્તિકનું વિધાન કરવું કટલે અંશે ઉચિત છે.?
(૧) ભાષ્ય ટીપ્પણકના સંપાદકેપણ સૂત્રમાં નવ ગણાવીને નીચે તે...ગર્ણવિદ્યા કહયું
(૨)ગુજરાતી અનુવાદક/વિવેચકોતો લોકરૂઢી મુજબ નવ ભેદોને વળગી રહયાં છે. જાણે કે ભાષ્યકારના કથન સાથે તેમને સંબંધ જ નથી.
(૩)સુખલાલજી આઠભેદોનો ઉલ્લેખ કરી પાછું એમ લખે છે કે સ્થાનાંગમાં નવભેદોની વાત છે. જે અધુરી સમજ પ્રગટ કરે છે. કેમકે સ્થાનાંગમાં આઠ અને નવ લોકાન્તિક બંને પાઠોનું અસ્તિત્વ છે જ
(૪)લોકપ્રકાશ અને જીવ વિચાર નવભેદોનું કથન કરે છે લોકપ્રકાશમાં બીજા બીજા મંતવ્યો અનેક સ્થળે ટાંકેલ છે, તત્ત્વાર્થ ટીકાના પણ મતો ટાકે છે. છતાં આ ઠનું મંતવ્ય તેને નોંધેલ નથી કે જે મત નો સ્થાનાંગ:૮ સૂત્રઃ૨૩-ગાથા ૭૩માં સ્પષ્ટ ઉલ્લેખ છે જ.
આ મતભેદનો સમન્વયઃ
પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજા પ્રત્યે અમે અડગ શ્રધ્ધાવાનુ છીએ આ ભાષ્યપણ અમે તેમનું સ્વોપણ માનીએ છીએ.આ માન્યતાને ઉપરોકત વિદ્વાનોએ પુષ્ટ કરેલી જ છે.તેના સમર્થનના પૂરાવા પણ આપેલ છે.
આથી પૂઉમાસ્વાતિજી મહારાજના ભાષ્ય કથનમાં લેશમાત્ર શંકા કે અશ્રધ્ધા થઈ શકે જ નહીં અમે આ શ્રધ્ધાને વળગી રહીને તે મહર્ષિની વાતના સત્યો પ્રત્યેક સૂત્રમાં તારવેલા છે.
હા! એક વાત ચોક્કસ કે તેઓએ આગમના કયા પાઠને પ્રાધાન્ય આપ્યું હોય તે વિશે નિશ્ચિત વિધાન ન થઈ શકે. પણ તેઓએ જે કથન કર્યા છે તેના આગમોકત પણા વિશે અમને લેશમાત્ર અશ્રધ્ધા છે જ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org