Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૨
૮૯ પરિમાણ કાળ હોય છે.
-એક પલ્યોપમ આયુષ્યવાળા દેવને એક દિવસમાં એક જ ઉચ્છવાસ હોય છે.
-સાગરોપમના આયુષ્ય વાળા દેવા માટે એવો નિયમ છે કે જેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તેનો ઉચ્છવાસ પ્રત્યેકસાગરોપમે એક પક્ષ અર્થાત પખવાડીયું જાણવો.
[૨]ગાહારી-આહારના વિષયમાં પણ જેમ જેમ-દેવોનું આયુષ્ય વધુ તેમ તેમ તેઓનું આહારનું દિનમાન વધતું જાય છે.
- દશ હજાર વર્ષ આયુષ્ય વાળા દેવોને આહાર એક દિવસના અંતરે હોય છે
-પલ્યોપમના આયુષ્ય વાળા દેવોને આહાર પ્રમાણ દિન પૃથક્વ બેથીનવદિવસ છે પછી આહાર લે છે [આહાર ની ઇચ્છા કરે છે]
-સાગરોપમના આયુષ્યવાળા દેવોના વિષયમાં એવો નિયમ છે કે જેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે. આહારની ઇચ્છા કરે છે]
- આહાર ના ત્રણે ભેદ કહ્યા છે - ઓજાહાર,લોમાહાર,કવળાહાર
-ઓજાહારઃ- ઉત્પત્તિના પહેલા સમયથી શરીર પર્યાપ્તિ ની નિષ્પત્તિ પર્યન્ત ગ્રહણ કરાતાં પુગલોનો આહાર તે ઓજાહાર
લોમાહારઃ- શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સ્પર્શેન્દ્રિય થકી ગ્રહણ કરાતા પુગલોનો આહાર કવલાહાર- કોળીયા થી ગ્રહણ કરાતો આહાર
દેવોને કવલાહાર હોતો નથી. ઓજાહાર અને લોમાકાર હોય છે. અહીં દેવોને આહાર વિષયક જે નિયમ બતાવ્યો તે લોમાહારને આશ્રીને સમજવો.
- લોમહારના પણ બે ભેદ છે.-આભોગલોમાહાર,અનાભોગલોમાહાર
- ઇરાદ પૂર્વક કરાતો લોમાહારતે આભોગ લોમાહાર જેમ કે શિયાળામાં ઠંડી દૂર કરવા કોઇપણ સાધનથી કે સૂર્ય આદિના ઉષ્ણપુદ્ગલોનું ગ્રહણ કરવું
-અજાણતા કે આપોઆપ જેલોમાંહાર થાય તે અનાભોગ લોમાહાર જેમ કે શિયાળામાં શીત અને ઉનાળામાં ઉષ્ણ પુદ્ગલો ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે.
-અહીં દેવોનો જે આહાર છે તે આભોગ લોમાહાર રૂપ છે, જયારે તેઓને આહારની અભિલાષા થાય ત્યારે તેમના પુણ્યોદયથી મનોકલ્પિત આહારના શુભ પુદ્ગલો સ્પર્શેન્દ્રિય દ્વારા શરીરપણે પરિણમે છે. તેથી શરીર પુષ્ટ થાય છે અને મનને તૃપ્તિ થાય છે.
જ વેદના - સામાન્ય રીતે દેવોને સાતા વેદનીય અર્થાત સુખવેદના જ હોય છે. કયારેક જ અસાતા વેદનીય અર્થાત્ દુઃખની અનુભૂતિ થાય છે.
જો કયારેક અસાતા વેદનીયનો ઉદય થાય તો પણ તે અંતમૂર્તથી વધારે સમય રહેતો નથી.
સાતા વેદનીય ની ધારા પણ પ્રવાહરૂપે છ મહિના સુધી રહે છે. પછી અંતમૂહૂર્ત પણ તે ધારા છૂટી જાય છે કે બદલાય જાય છે.
ચ્યવનકાળ નીકટ આવે ત્યારે છેલ્લા છ માસ વેદનાનો અનુભવ રહે છે.
અહીં વેદના નો અર્થ વેદનીય કર્મને આશ્રીને લેવાનો હોવાથી સાતા વેદનીય અને અસતા વેદનીય બંનેનું ગ્રહણ કરેલ છે. જેમાં સાતા વેદનીય તે સુખ અને અશાતા વેદનીય તેદુઃખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org