Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
GO
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ ૩૫૫તિઃ- ઉપપાત એટલે ઉત્પત્તિ સ્થાનની યોગ્યતા - દેવપર્યાયમાં જન્મગ્રહણ કરવો તેને ઉપપાત કહે છે
-જે અન્યલિંગી એટલે કે જૈનેતર-મિથ્યાદૃષ્ટિ છે તે વધુમાં વધુ બારમાં કલ્પ- અશ્રુત દેવલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે
- જે જૈનલિંગી હોવા છતા મિથ્યાદ્રષ્ટિ છે તેઓ રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે – -સમ્યગુદૃષ્ટિ સંયમી સર્વાર્થ સિધ્ધ પર્યન્ત કોઈપણ સ્થાને ઉત્પન્ન થઈ શકે છે.
-ચૌદ પૂર્વધર સાધુ બ્રહ્મલોકથી સર્વાર્થ સિધ્ધ પર્યન્ત કોઈપણ કલ્પમાં ઉત્પન્ન થઈ શકે પણ બ્રહ્મલોક નીચેના કલ્પમાં ઉત્પન્ન થતા જ નથી.
જ અનુમાવા-પરિણમન, લોકસ્વભાવ -लोकस्थितिः, लोकानुभाव:, लोकस्वभाव:,जगद्धर्मः, अनादिपरिणामसन्ततिः इत्यर्थः
- વિમાનો, સિધ્ધશીલા વગેરે આકાશમાં નિરાલમ્બન-નિરાધાર સ્થિર રહેલા છે તેમાંલોક સ્થિતિ જ કારણભૂત છે.
- અરિહંત પરમાત્મા ના જન્માભિષેક, કેવળજ્ઞાન આદિ પ્રસંગે દેવોના આસનનું કિંપિત થવું એ પણ લોકાનુભાવનું જ કાર્ય છે.
- આ આસન કંપથી દેવો અવધિજ્ઞાનનો ઉપયોગ મુકે છે. તીર્થંકર પરમાત્માના કલ્યાણકાદિ મહિમા જાણી નીચે આવે છે- સ્તુતિ, વંદના ઉપાસનાદિ થી આત્મ કલ્યાણ કરે છે. કેટલાક દેવો પોતાના જ સ્થાનમાં રહી પ્રત્યુત્થાન,અંજલિકર્મ,પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થકરની અર્ચા કરે છે. આ બધું લોકાનુંભાવનું જ કાર્ય છે.
U [8] સંદર્ભ$ આગમ સંદર્ભ-પૂર્વસૂત્ર ૨૧ તથા સૂત્રઃ૨૨ બંનેની સંયુકત સૂચના -
(૧) જે જીવાજીવાભિગમમાં સૂત્ર ૨૧૫/૭થી ૨૧૬, સૂત્રઃ૨૧૭/પ-, સૂત્ર ૨૧૯, સૂત્ર ૨૧૩/૧૨માં આ બંને સૂત્રોના પાઠ વિસ્તાર થી આપેલ છે
(૨) ૪ પ્રજ્ઞાપના સૂત્ર પદાર દેવાધિકારમાં સૂત્ર ૫૧/૩ થી સૂર૫૩ આખું. ત્યાં અધિકાર ખૂબજ લંબાણથી છે. તેમાં દેવોની સ્થિતિ-પ્રભાવ વગેરેની અધિકતા સુંદર રીતે દર્શાવી છે.
આ બંને સાક્ષી પાઠો ખૂબજ લંબાણ વાળા હોવાથી અહીં “આગમ સંદર્ભ' વિભાગમાં મુકેલ નથી પણ આ પાઠો ખૂબજ સુંદર અને મનનીય પાઠો છે.
૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) ક્ષેત્ર લોક પ્રકાશ-સર્ગઃ૨૬ અને ૨૭ ના આધારે
બૃહત્ સંગ્રહણી-ગાથા ૧૧૭ થી ૧૨૦-પરિગ્રહને માટે બૃહત્ સંગ્રહણી-ગાથા ૭૯ - પ્રતર સંખ્યા બૃહત્ સંગ્રહણી-ગાથા ૧૪૩-૧૪૪–૧૪૫ શરીર-અવગાહના બૃહત્ સંગ્રહણી-ગાથા ૧૫૦થી ૧૫૪ - ઉપપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org