Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૧
અધ્યાય: ૪ સૂત્રઃ ૨૩
૯૧ U [9] પદ્યઃ(૧) ગતિને વળી દેહમાને પરિગ્રહ અભિમાનના
અગ્ર અગ્રે પુણ્ય વધતાં સર્વ તે ઘટતાં જતાં (૨) સૂત્ર ૨૨ નું પદ્ય-સૂત્ર-૨૧ માં કહેવાઈ ગયું છે. U [10]નિષ્કર્ષ:- આ સૂત્રમાં મુખ્યત્વે ચાર વાત સૂત્રકારે કરી છે. (૧)ગતિ (૨) શરીર (૩) પરિગ્રહ (૪) અભિમાન.
આ ચારે વસ્તુ ઉપર ઉપરના કલ્પ માં ઓછી ઓછી હોય છે. પણ તેના જે કારણો જણાવ્યા છે તે નિષ્કર્ષ રૂપે ખૂબજ મહત્વના છે.
જેમ કે ગતિ-ઉપર ઉપરના દેવોની ગમન પ્રવૃત્તિ ઓછી ઓછી હોય કારણસંતોષ,ભટકવાની વૃત્તિનો અભાવ, ઓછી વિષય લાલસા વગેરે. કેવી સુંદર વાત જણાવી છે અહીં જીવ જેમ જેમ ઉચ્ચસ્થાનો એ પહોંચે છે તેમ તેમ તેનામાં સંતોષાદિ ગુણોનો વિકાસ થાય છે. અને વિષયેચ્છાદિ અવગુણોમાં ઘટાડો થાય છે. અર્થાત્ આત્માનેવિકાસ કક્ષામાં આગળ વધારવો હોય, ગુણસ્થાનોની સીડીના પગથીયા ચઢાવવા હોય તો આવા સદ્ગુણોને વિકાસ અને અસણો થી નિવૃત્તિ આવશ્યક છે.
એ જ રીતે અભિમાન સંબંધે પણ સુંદર બોધ મળે છે. ઉપર ઉપરના કલ્પ માં દેવોમાં શકિત-સમૃધ્ધિ-રૂપ-વૈભવાદિ બધુંજ ક્રમશઃ વધુ-વધુ હોવા છતાં તેમનામાં અભિમાન ઓછું ઓછું હોય છે એટલે કે નમ્રતાનો ગુણ વધુને વધુ વિકસતો જાય છે. આ વાતનો નિષ્કર્ષ કેવો મજાનો નીકળી શકે કે જીવ જેમ જેમ વિકાસ સાધતો જાય જેમ જેમ આત્માની ઉપર ઉપરની અર્થાત્ ઉચ્ચ કક્ષાને પામતો જાય છે તેમ તેમ વધુ નમ્ર બને છે. માન કષાયનો નિગ્રહ થાય છે અને જયારે ૧૨માં ગુણઠાણાની કક્ષાને જીવ સ્પર્શી જાય છે ત્યારે તે સર્વથા માન કષાય રહીત અર્થાત સર્વથા નિરાભિમાની બની જાય છે.
(અધ્યાયઃ૪-સૂત્ર:૨૩) U [1]સૂત્રહેતુ - પૂર્વે ભવનપતિ-બંતર-જયોતિષ્ક કલ્પના દેવોની લેશ્યા જણાવી હતી અહીં આ સૂત્ર થકી વૈમાનિક નિકાયના દેવોની લેશ્યાને જણાવે છે.
U [2]સૂત્ર મૂળ - પીતપશુદ્ધેશ્યાદ્ધિવિશેષેપુ U [3]સૂત્ર પૃથક- પીત - - શુદ્ધેય દ્રિ - 9 - શg
U [4] સૂત્રસારઃ- તેજો,પધ,શુકલલેશ્યાઅનુક્રમે બે,ત્રણ અને શેષ કલ્પ માં જણાવી અર્થાત [પહેલા બેકલ્પમાં દેવોને તેજલેશ્યા હોય છે. પછીના ત્રણ કલ્પમાં દેવોને પઘલેશ્યા હોય છે અને છઠ્ઠા લાંતકથી સર્વાર્થસિધ્ધ પર્યન્ત દેવોને શુકલલેશ્યા હોય છે)
U [5]શબ્દશાનઃપીત-તેજો લેશ્યા
પ- પદ્મ લેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org