Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પં૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જયોતિષ્કમંડળ ગતિશીલ છે.
જે મનુષ્યલોક-નૃો શબ્દ સૂત્રમાં પ્રયોજેલ છે. આ નૃો એટલે મનુષ્યલોક, માનુષોત્તર પર્વત પર્યન્ત મનુષ્યલોક છે. જેબૂદ્વીપ-લવણસમુદ-ધાતકીખંડ-કાલોદધિ સમુદ્ર તથા અર્ધપુષ્કર વરદ્વીપ-અર્થાત અઢી લીપ અને મધ્યે બે સમુદ્ર પ્રમાણ આ નૃલોક કહ્યો છે. આ વાત પૂર્વે માં પણ કહેવાઈ ગઈ છે.
-૪પલાખ યોજનાનો વિષકન્મ જેનો કહ્યો છે તેવો, માનુષોત્તર પર્વતથી ચારે તરફ ઘેરાયેલો એવા આ મનુષ્યલોક છે.
– અહીં નૃoો શબ્દ કહેવાથી પરોક્ષ રીતે સૂત્રકાર સૂચવે છે. કે નિત્યગતિવાળા જયોતિષ્ક નૃલોકમાં જ છે. તેની બહાર નથી.
* मेरुप्रदक्षिणाः -मेरो: प्रदक्षिणा - मेरुप्रदक्षिणा
-આ ષષ્ઠીતપુરુષ સમાસયુકત વચનોછે “મેરુને પ્રદક્ષિણા કરતા એવા જયોતિષ્ઠ'' એ પ્રમાણે અર્થ લેવો
–મેરુ પ્રદક્ષિણા એવું સ્પષ્ટ કથન કર્યું છે જેથી કોઈ તેની ગતિ વિશે કંઈ વિપરીત વિચારણા કરી ન શકે અથવા બીજા શબ્દોમાં કહીએ તો મેખલા શબ્દ ગતિ વિશેષ નું જ્ઞાન કરાવે છે.
– અહી પ્રદક્ષિણા શબ્દ કહ્યો હોવાથી તેની ગતિ જમણી બાજૂથી સમજવી-ડાબી બાજુથી નહીં એટલે કે સૂર્યાદિનું જે ભ્રમણ છે તે પૂર્વથી દક્ષિણ તરફ થાય છે. પૂર્વથી ઉત્તર તરફનહીં.
-मेरोः प्रदक्षिणा मेरुप्रदक्षिणा नापसेव्येति कथयति ।
-સર્વે જયોતિષ્કો જંબૂદ્વીપના જ મેરુની ચારે તરફ પરિમંડલાકારે ગોળ ઘેરાવા પ્રમાણે પરિભ્રમણ કરતા જ રહે છે. તેને મેરુ પ્રદક્ષિણા કહેલ છે.
–તે સૂર્ય-ચંદ્ર-ગ્રહો બધા જંબૂદ્વીપગત મેરુ પર્વતને મધ્યમા રાખી પર્યટન કરે છે. તેઓ દક્ષિણાવર્ત પણે મેરુની પ્રદક્ષિણા કરે છે. સદા અવસ્થિત અને પ્રતિનિયત મંડળવાળા નક્ષત્રો અને તારાઓ પણ મેરુને પ્રદક્ષિણા દેતાજ ફરે છે. અનવસ્થિત યોગવાળા નક્ષત્રો પણ પર્યટન તો કરે જ છે પણ તેમાંથી ચંદ્ર-સૂર્ય-કે ગ્રહમાં કયારે કયુ નક્ષત્ર સંયોગમાં આવે તે નકકી નથી.
જ નિત્યતિ :-અહીં નિત્ય શબ્દ આભીક્ષણ્યવાચી છે
–આ જયોતિષ્ક દેવો નિરન્તરગતિ રૂપ ક્રિયાયુકત છે તે વાતનું જ્ઞાન કરાવવા માટે જ નિત્યાતિય: શબ્દ પ્રયોગ થયો છે.
-તાત્પર્ય એ કે અઢીદ્વીપ પ્રમાણ આ મનુષ્યલોકમાં જયોતિષ્ક દેવો નિરન્તર ગમન કરે છે. કદી વિરમતા નથી.
' –કદાચિત્ત કોઈ તારા ગમન ન કરતા હોય તો પણ અહીંજેલિવિક્ષા કરાઈ છે તે મુખ્યતા વાચી છે. તેથી કોઈ સામાન્ય અપવાદ ને નિત્યતિયઃ માં ધ્યાનમાં લીધેલ નથી.
-नित्यशब्दोऽभीक्ष्णवचनः -नित्यागतिः एषाम् इति नित्यगतय: अनवरतभ्रमण इत्यर्थः -नित्यग्रहणाद् गते: उपरम् अभावं प्रतिपादयति * मेरुप्रदक्षिणानित्यगतयः मेरो: प्रदक्षिणा नित्या गतिः एषाम् इति मेरुप्रदक्षिणानित्यगतयः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org