Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શુક્રને સહસ્ત્રાર કલ્પ આનતને પ્રાણત કહી આરણ કલ્પ અગ્યારમો વળી, બારમો અય્યત સહી. નવની સંખ્યા રૈવેયકની ગ્રીવાસ્થાને સ્થિર રહી વિજયને વળી વૈજયંત જયંત અપરાજિત સહી સર્વાર્થ સિધ્ધ એ દેવપાંચે અનુત્તરના જાણવા એમ વૈમાનિક દેવો, ને છવ્વીસે અવધારવા સૌધર્મ ઐશાન સાનકુમારને માટેન્દ્ર બ્રહ્મલોક તથા લાંતકવળી મહાશુક્ર સહસ્ત્રાર આણત પ્રાણત આરણ અશ્રુત કલ્પોપપન્ન રૈવેયક વિજય વૈજયન્ત જયંત
અપરાજિત અને સર્વાર્થસિધ્ધ ચૌદ એ કલ્પાતીત U [10] નિષ્કર્ષ-સૂત્રકાર ભંગવંત પ્રસ્તુતસૂત્રમાંવૈમાનિકદેવોનો સ્થાનનિર્દેશ કરે છે. ત્રણ પ્રકારના લોક કહ્યા છે. અધો - તીર્જી - ઉર્ધ્વ
અધોલોકનું વર્ણન મુખ્યતયા સાત નરકાવાસોને આધારે કર્યું. તીર્થાલોકનું વર્ણન મુખ્યતયામનુષ્યલોકને આવરી લઈને અસંખ્યાતદ્વીપ-સમુદ્રને આશ્રીને કરવામાં આવ્યું અને આ ચોથો અધ્યાય દેવ વિષયક હોવા છતાં તેની ગણના ઉદ્ગલોક વિષયક અધિકારોને આશ્રીને કરવામાં આવી રહી છે.
જો કે દેવો તો અધો-તી અને ઉર્ધ્વ ત્રણેલોકમાં વિદ્યમાન જ છે પણ લોકના સ્વરૂપની દ્રષ્ટિએ વ્યવહારમાં ઉર્ધ્વલોક એટલે દેવલોક એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે.
આટલી પ્રાસ્તાવિક ભૂમિકા પછી આપણે સૂત્રના નિષ્કર્ષ સંબંધે વિચારણા કરીએ તો આ ત્રણેલોકમાં સમગ્ર ચૌદ રાજલોક અથવા લોકનું સ્વરૂપ સમાષ્ટિ થાય છે.
વૈરાગ્ય ભાવનાની ચિંતવના સમયે અનિત્ય ભાવનાનો સંબંધ જોડવા કે પછી સંસાર ભાવના માટેની વિચારણા કરવા કે મુખ્યત્વે એવી લોકસ્વરૂપ ભાવના ભાવવા માટે લોકનું સ્વરૂપ જાણવું નિતાન્ત આવશ્યક છે. સૂત્રકાર મહર્ષિ પણ મુખ્ય પ્રતિપાદ્ય વિષય મોક્ષ તત્વ ને આશ્રીને સાતે તત્વોનું જે વર્ણન આ ગ્રન્થમાં કરી રહ્યા છે ત્યાં ધ્યેયતો સમ્યગદર્શન-જ્ઞાનચારિત્ર રૂપ મોક્ષમાર્ગ થકી મોક્ષને પામવાનું જ છે.
આ રીતે પ્રસ્તુત સૂત્ર એ લોકસ્વરૂપ ભાવના ભાવવા માટેની ઉચિત માહિતી પૂરી પાડે છે. તેમજ સમગ્ર ઉર્ધ્વલોક ના સ્વરૂપ સ્પષ્ટીકરણ થકી આપણી શ્રધ્ધાને પણ દ્રઢ કરે છે આ રીતે સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાનના પાયાને મજબુત બનાવીને જો સર્વાર્થસિધ્ધ વિમાનનું લક્ષ રાખીએ તો સમ્ય ચારિત્ર પણ આવશ્યક બનવાનું જ છે.
- કેમ કે સર્વાર્થસિધ્ધના જીવો એકાવતારી છે. લોકની ચોટી ઉપર રહેલી સિધ્ધશીલામાં સ્થાન પ્રાપ્ત કરવા માટે સર્વાર્થસિધ્ધ વિમાન એક જંકશન બિંદુ છે. તેનો ખ્યાલ પણ આ સૂત્રમાં પરોક્ષ રીતે મળી આવે છે. . આ રીતે પ્રસ્તુત સૂત્ર ઉદ્ગલોકના સ્થાન નિર્દેશથકી ઉધ્વતિઉદ્ધસ્થાનનો પ્રેરણાસ્ત્રોત રૂપ છે.
OOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org