Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કરેલ નથી.
-અધિકતા દર્શાવવા માટે તેની વ્યાખ્યા કરીએ તો એટલું જરૂર કહી શકાય કે સૌધર્મદિ જે ક્રમમાં આ વૈમાનિકોનાનામસૂત્ર ૪:૨૦માં જણાવી ગયા તે ક્રમમાં ક્રમશઃ તેમનું આયુષ્ય અધિકાધિક હોય છે. જેમ કે સૌધર્મકલ્પના દેવોનું ઉત્કૃષ્ટ આયુ ર-સાગરોપમ છે તો ઇશાન કલ્પમાં સાધિક બે સાગરોપમ છે અને સાનકુમરમાં ૭-સાગરોપમ છે તે રીતે આયુ ક્રમશઃ વધતુ જાય છે.
-વળી સ્થિતિની વાત આગળ કહેવાની હોવા છતા આ સૂત્રમાં સ્થિતિની જે અધિકતા દર્શાવી છે તે પણ સહેતુક છે. જયાં આ દેવોની સ્થિતિ સમાન જણાય છે. ત્યાં પણ ઉપર ઉપર ઉત્પન્ન થનારા દેવો અન્ય ગુણોમાં અધિકતા વાળા હોય છે. અથવા તેઓની સ્થિતિ બીજા ગુણોની અપેક્ષાએ અધિક હોય છે.
* મા- નિગ્રહ, અનુગ્રહો, વિક્રિયા અને પરાભિયોગ ને પ્રભાવ કહે છે -નિગ્રહ- એટલે શાપ અથવા દંડ દેવાની શકિત -અનુગ્રહ-પરોપકાર વગેરે કરવાની શકિત તે અનુગ્રહ
-વિક્રિયા- શરીરને અનેક પ્રકારનું બનાવવાની અણિમા-મહિમા આદિ લબ્ધિરૂપ શકિત તે વિક્રિયા.
-પરાભિયોગ:-અન્ય પર વર્ચસ્વ, જેના બળથી બીજા પાસે જબરદસ્તી થી કોઈ કામ કરાવી શકાય તે પરાભિયોગ
આ નિગ્રહ-અનુગ્રહ આદિ શકિત સૌધર્મ કલ્પના દેવોમાં જેટલી જોવા મળે છે તેના કરતા અનંતગણી પોતાની ઉપર-ઉપરના વિમાનવર્તીદેવોમાં [અધિક-અધિક જોવા મળે છે.
જોકે ઉપર-ઉપરનદેવોમંદ અભિમાનવાળા અને અલ્પફ્લેશવાળા હોવાથી નિગ્રહાદિ માટે પ્રવૃત્તિ કરતાનથી-પ્રવર્તતાનથી-કેમકેતેઓનો કર્યભાર અતિ મંદ હોવાથી માનકષાય પણ અત્યન્ત મંદ હોય છે. અને તેમના સંફ્લેશ પરિણામ પણ અતિશય અલ્પતર હોય છે. ચિત્તમાંકષાય પ્રવૃત્તિની મંદતાને લીધે નિગાહ અનુગ્રહમાં પ્રવર્તન પણ ઓછું જ રહે છે.
જ સુલ:-ઇન્દ્રિયો થકી ગ્રાહ્ય વિષયોનો અનુભવ કરવો એ સુખ
-સાતા વેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયોમાં ઇષ્ટ અનુભવ રૂપસુખ ઉપર-ઉપરના દેવોમાં અધિક હોય છે.
-દેવલોકના ક્ષેત્રનો સ્વભાવ જ એ પ્રકારે છે કે જેના નિમિત્તથી ત્યાંના પુદ્ગલ પોતાની અનાદિ પારિણામિક શકિત દ્વારા અનંતગુણ અધિકાધિક શુભરૂપે જ પરિમન પામ્યા કરે છે. તે શુભ પરિણમન એવા પ્રકારે થયા કરે છે કે જે ઉપર-ઉપર ના દેવા માટે અનંતગુણ અધિક સુખનું કારણ બને છે. માટે ત્યાં ક્રમશઃ ઉપરના કલ્પમાં સુખ પણ અધિકાધિક હોય છે.
જેમકે-પ્રથમ બે કલ્પના દેવો કાયમવિચારી છે તે સર્વાગ મૈથુન સેવી છે, પછીના બે કલ્પના ફકત સ્પર્શ પ્રવીચારી છે છતાં પહેલા બે કલ્પ કરતા બીજા બે કલ્પના દેવોને મૈથુન સુખ અધિક હોય છે. ત્રીજા બે કલ્પ [પાંચમા-છઠ્ઠા કલ્પના દેવો ફકત રૂપ પ્રવીચારી છે તો પણ તેમને પૂર્વના કલ્પ કરતા અધિક મૈથુન સુખ અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org