Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૧.
અધ્યાય: ૪ સૂત્ર: ૧૫
- નલિનાંગx૮૪ લાખ = નલિન - ચૂલિકાંગX૮૪ લાખ = ચૂલિકા - નલિન x ૮૪ લાખ = અર્થનિપુરાં ચૂલિકા ૮૮૪ લાખ = શીર્ષ પહેલીકાંગ - અર્થનિપુરાંગx ૮૪ લાખ= અર્થનિપૂર - અર્થનિપુરx૮૪ લાખ = ચૂલિકાંગ
શીર્ષપહેલીકાંગ x ૮૪ લાખ = શીર્ષપહેલિકા – આ શીર્ષ પહેલિકા સુધી ના ગણિતમાં વ્યવહાર યોગ્ય સંખ્યાત કાળ થાય
[નોંધ:-ભાગ્યકાર-પૂર્વ, પૂર્વાગ, અયુત, કમલ, નલિન,કુમુદ,તૂટિ,અડડ, અવવ,હાહા અને હૂહૂ એ મુજબ ભેદ ગણાવે છે.
જ ઉપરોકત ગણિત કોષ્ટકમાં કેટલાંક વિશિષ્ટ શબ્દોના અર્થો:# સમય સમય એ કાળનું અવિભાજય અંગ છે.
-નિર્વિભાજય પુદ્ગલ દ્રવ્ય જેને પરમાણુ કહે છે. તેની ક્રિયા જયારે પરમ સૂક્ષ્મ હોય, જયારે તે સૌથી જધન્ય ગતિરૂપે પરિણત હોય, તે સમયમાં પોતાના અવગાહન ક્ષેત્રને વ્યતિક્રમ કરવામાં જેટલો કાળ લાગે તેને સમય કહે છે.
-સમય એ અતિ સૂક્ષ્મ કાળ છે. કેવળી ભગવંત પણ આ કાળનો વચનથી નિર્દેશ કરી શકે નહીં ફકત શેયવિષય રૂપે જાણે જરૂર. વળી તેના સ્વરૂપ નિરૂપણ માટે ભાષાવર્ગણાના પુદ્ગલો એકઠા કરતાંજ કેવળીભગવંતને અસંખ્યાત સમય થઈ જાય છે. સમય પરમનિરુધ્ધ -અત્યલ્પ હોવાથી તેના વિષયોમાં પુગલ દ્રવ્યની ભાષા વર્ગણાઓનું ગ્રહણ અને ત્યાગ કરવામાં ઇન્દ્રિયોનો પ્રયોગ થવો અસંભવ છે. તેવું ભાષ્યકાર મહર્ષિ જણાવે છે.
– ઉપમા થકી સમયની વ્યાખ્યા -એક મજબુત, સુસ્વસ્થ અને યુવાન પુરુષ બારીકમાં બારીકતથા અતિ જીર્ણ કાપડ એકજ સપાટામાં જોરથી ફાડી નાંખે ત્યારે તેને જેટલો કાળ પસાર " થાય, તેના કરતાં તે કપડાના એક તારથી બીજો તાર તુટતાં ઓછો વખત થાય, તેનાકરતાં પણ પહેલા તારના એક તાંતણા થી બીજા તાંતણા સુધી તુટતા ઓછો કાળ પસાર થાય, તે તાંતણામાં પણ એક સ્કંધ થી બીજા સ્કંધ સુધી તુટતા ઓછો વખત થાય. આ સ્કંધનાવિભાગ કરતાં પણ કાળ અતિ સૂક્ષ્મ છે.
-બીજી રીતે કહીએ તો એક ચપટી વગાડતા કે આખના પલકારામાં અસંખ્ય સમયો પસાર થઈ જાય છે.
# ઉચ્છવાસ નિઃશ્વાસ,પ્રાણ -કોઇનીરોગીપુરુષ હોય, પરિપૂર્ણ ઇન્દ્રિયવાળો હોય, બળવાન અને યુવાન હોય અવ્યાકુળ હોય અને માર્ગે ચાલવાના શ્રમથી રહિત હોય-સુખાસન પર બેઠેલો હોય તેવા પુરુષનો એક ઉચ્છવાસ-નિઃશ્વાસ તે પ્રાણ કહેવાય છે.
અહીં ઊંચી ગતિ કરતાં પ્રાણ ને ઉચ્છવાસ કહે છે અને નીચી ગતિ કરતાં પ્રાણને નિઃશ્વાસ કહે છે.
બીજા શબ્દોમાં કહીએતો-વાયુને શરીરમાં ખેંચવોતેઉવાસ અને અંદર રહેલા વાયુને બહાર કાઢવો તેને નિ:શ્વાસ કહે છે.
આ વાત મનુષ્યગતિને આશ્રીને સમજવી.દેવોના સ્વાસોચ્છવાસ નું પ્રમાણ તો આનાથી ઘણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org