Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અસંખ્ય કોડાકોડી યોજના ગયા બાદ મહાશુક્ર નામક સાતમો કલ્પ આવેલો છે.
- આ કલ્પ સંપૂર્ણ ચંદ્રાકાર રૂપ છે.
(૮) સહસાર કલ્પ:-મહાશુક્ર કલ્પબરાબર ઉપર સમાન દિશામાં અને સમાન શ્રેણિમાં અસંખ્ય કોડાકોડી યોજના ગયા બાદ આઠમો સહસ્ત્રાર નામનો કલ્પ આવેલો છે
(૯)-(૧૦)આનત-પ્રાણત કલ્પ-આઠમા સહસ્ત્રાર કલ્પ દિવલોકી ની ઉપર અસંખ્ય કોડાકોડીયોજન ગયા બાદ દક્ષિણ અને ઉત્તરમાં આનત અને પ્રાણત નામે કલ્પો આવેલા છે.
- દક્ષિણમાં રહેલા સૌધર્મ ની ઉપર સમશ્રેણીએ આ નવમો આનત કલ્પ આવેલો છે. જે અર્ધચંદ્રાકાર છે.
-ઉત્તરમાં રહેલા ઈશાન કલ્પની ઉપર સમશ્રેણિએ દશમો પ્રાગત કલ્પ આવેલો છે. જે અર્ધચંદ્રાકાર છે.
(૧૧)-(૧૨)આરણ-અર્ચ્યુત કલ્પ:-નવમા આનત કલ્પથી ઉપરઅસંખ્યયોજન ગયા બાદ સમાન દિશામાં અને સમાન શ્રેણિમાં અગિયારમો આરણ નામનો કલ્પ આવેલો છે.
-આને દશમાં પ્રાણત કલ્પની ઉપર અસંખ્ય યોજના ગયા બાદસમાન દિશામાં અને સમાન શ્રેણિમાં બારમોઅશ્રુતનામનો કલ્પછે. -આરણ અને અશ્રુત બંને કલ્પો [દેવલોકો] અર્ધચંદ્રાકાર છે. તેમજ મણિમય વિમાનો વડે તેજોમય થયેલા બંને અતિશોભે છે.
વેયક - બારે કલ્પ પૂરા થયા બાદ રૈવેયક આવે છે. - આરણ અશ્રુત કલ્પથી ઘણે ઉંચે ગયા બાદ મધ્યમાં પ્રવેયક નામના નવ પ્રતરો આવે છે. - આ નવે રૈવેયક ત્રણ પ્રકારે છે. (૧) અધસ્તનત્રિક (૨)મધ્યમત્રિક (૩)ઉપરિતનત્રિક
-નવે રૈવેયક ત્રણે ત્રિક રૂપે એકએકની ઉપર રહેલી છે. તે નવે સંપૂર્ણ ચંદ્રાકાર રત્ન જેવી તેજસ્વી શોભી રહી છે. -પુરુષાકૃત્તિવાળા લોકના કંઠ એટલે કે ગ્રીવાને સ્થાને રહેલી છે.
a અનુત્તર (વિમાન):-નવ રૈવેયકથી અસંખ્ય યોજન ઊંચે ગયા બાદ અનુત્તર નામે પ્રતર આવે છે. -ત્યાં સર્વોત્કૃષ્ટ એવા પાંચ અનુત્તર વિમાનો છે તેમાં મધ્યમાં એક ઈન્દ્રક વિમાન છે અને ચારે દિશામાં એક એક વિમાન છે.
– ઇન્દ્રક વિમાનની પૂર્વ દિશામાં વિજયનામે અનુત્તર વિમાન છે – ઈન્દ્રક વિમાનની દક્ષિણ દિશામાં વૈજયન્ત નામે અનુત્તર વિમાન છે – ઈન્દ્રક વિમાનની પશ્ચિમ દિશામાં જયન્ત નામે અનુત્તર વિમાન છે – ઈન્દ્રક વિમાનની ઉત્તર દિશામાં અપરાજિત નામે અનુત્તર વિમાન છે – મધ્યમાં રહેલા ઇન્દ્રક વિમાનને સર્વાર્થ સિધ્ધ વિમાન કહ્યું છે. # સૌધર્મદિ નામનું રહસ્ય શું છે? [1] સૌથી સૌધર્મ નામનો ઈન્દ્ર ત્યાં હોવાથી તેને સૌધર્મ કહ્યું કહે છે. [2] ઇશાનઃ- ઇશાન નામન ઇન્દ્રને આશ્રીને તેનું નામ ઐશાન કહે છે. [3] સાહુના-સનકુમાર નામક ઇન્દ્રનો નિવાસ હોવાથી સાનકુમાર કલ્પ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org