Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૦
૭૫ 1 [6] અનુવૃત્તિ - વૈમાનિ: સૂત્ર ૪:૧૭
U [7] અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ પૂર્વોકત સૂત્રઃ૧૯માં ૩પર પર [અવસ્થિતા:]એમ કહીને બાકીની વાત અધ્યાહાર રાખેલી હતી. આ સૂત્ર થકી સૌધર્મદિ કલ્પનો નામ નિર્દેશ કરી, સ્વોપણ ભાષ્યમાં તેના સ્થાનને પણ જણાવેલ છે.
મુખ્યત્વે ત્રણ ભેદોની અત્રે વિવા કરાયેલી છે (૧)કલ્પોપપન્ન એવા બાર દેવલોક નું સ્થાન (૨) કલ્પાતીત એવા નવરૈવેયકનું સ્થાન (૩) કલ્પાતીત એવા વિજયાદિ પાંચ અનુત્તર વિમાનોનું સ્થાન – તદુપરાંત લોકાન્તિક દેવોના સ્થાનને માટે પરોક્ષ સૂચન કરેલું છે.
અહીં સૂત્રકાર ભગવંત સર્વપ્રથમ સૌધર્મ આદિ અશ્રુત પર્યન્ત બાર દેવલોકને જણાવે છે પછી નવવેકહોવાનું કથન કરે છે, છેલ્લે નામનિર્દેશ પૂર્વક પાંચ અનુત્તર હોવાનું કહે છે.
– આટલા સ્થાનમાં રહેતા દેવોને વૈમાનિક કહ્યા છે. -एतेषु सौधर्मदिषु कल्पविमानेषु वैमानिका देवा भवन्ति । * સ્થાન તથા આકૃત્તિ નિર્દેશઃ
(૧) સૌધર્મ કલ્પઃ- જયોતિષ્ક વિમાનો થી અસંખ્ય યોજન ઉપર ગયા પછી મેરુની દક્ષિણ દિશામાં સૌધર્મ નામે પહેલો કલ્પ આવેલો છે.
- જેની લંબાઈ પહોડાઈ અસંખ્યાત કોડાકોડી યોજનની છે. -અર્ધ ચંદ્રમા સમાન આકૃત્તિ વાળો સર્વરત્નમય શોભાયુકત છે.
(૨) ઈશાન કલ્પ-સૌધર્મ કલ્પ થી થોડો ઉચો [ઉપરની દિશામાં] પરંતુ ઉત્તર ભાગમાં [ચિત્રની રીતે જોતા જમણી બાજુએ ઇશાન કલ્પ આવેલ છે.
-ઇશાન કલ્પ સૌધર્મ કલ્પ થી સમશ્રેણિમાં નથી પણ કંઈક ઊંચો છે. -સૌધર્મ કલ્પની માફક તે પણ અર્ધચંદ્રાકાર જ છે.
(૩)સાનકુમારઃ- સૌધર્મકલ્પની સમશ્રેણિમાં પણ સૌધર્મ કલ્પથી અત્યંત દૂર અસંખ્ય કોડાકોડી યોજન ઉંચે સાનકુમાર કલ્પ આવેલ છે.
-અર્ધચંદ્રાકાર સંસ્થાન વાળો આ દેવલોક અતિ સુંદર છે.
(૪) મહેન્દ્રકલ્પ:- ઐશાન [ઇશાન કલ્પથી સમશ્રેણિમાં પણ ઉપર,અત્યન્ત દૂર, . અસંખ્ય કોડાકોડી યોજન ઉંચે ગયા પછી માહેન્દ્રકલ્પ છે.
-અર્ધ ચંદ્રાકાર સંસ્થાનવાળો એવા રમણીય દેખાવનો આ કલ્પ છે.
(૫) બ્રહ્મલોક લ્પઃ- સનકુમાર અને મહેન્દ્ર કલ્પથી અસંખ્ય કોડાકોડી યોજન ઉપર ગયા બાદ, સનકુમાર અને માહેન્દ્ર કલ્પની બરાબર મધ્યમાં [મધ્ય સ્થાને બ્રહ્મલોક નામે પાંચમો કલ્પ દિવલોક આવેલ છે- આ કલ્પ અર્ધચંદ્રાકાર નથી પણ પૂર્ણચંદ્રની આકૃતિવાળો છે.
(૬) લાંતક કલ્પઃ- બ્રહ્મદેવલોકથી ઉપર અસંખ્ય કોડાકોડી યોજના ગયા બાદ સમાન દિશામાં અને તેની સમશ્રેણિમાં છઠ્ઠો લાંતકનામનો કલ્પ [અર્થાત દેવલોક આવેલો છે.
(૭) મહાશુક્ર કલ્પ:- લાન્તક કલ્પ થી બરાબર ઉપર-સમાન દિશામાં સમાન શ્રેણિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org