Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્રઃ ૧૫
૫૯ બહાર આવો વ્યવહાર થતો નથી. કદાચિત મનુષ્યલોકની બહાર જો કોઈ કાળ વ્યહવાર કરે તો પણ તે કાળવ્યવહાર કરનારે મનુષ્યલોક પ્રસિધ્ધ વ્યવહાર પ્રમાણેજ કરવું પડે.
-કેમ કે વ્યવહારિકકાળ વિભાગનો મુખ્ય આધાર નિયત ક્રિયા છે. આવી ક્રિયા તે સૂર્ય, ચંદ્ર આદિ જયોતિષ્કોની ગતિજ છે. આ ગતિ પણ ફકત મનુષ્યલોકમાં વર્તતા જયોતિષ્કોની જ છે. તે સિવાય આ ગતિ સર્વજયોતિષ્ઠોમાં સર્વત્ર હોતી નથી તેથી માનવામાં આવે છે કે કાળનો વિભાગ જયોતિષ્કોની વિશિષ્ટ ગતિ ઉપર જ નિર્ભર છે.
જયાં આ રીતે કાળનાં માપ નથી ત્યાંના પદાર્થો પણ આ જયોતિષ્કોના ચાર થી નક્કી થયેલા માપ પ્રમાણે મપાયેલા માપથી જ કહેવાય છે. જેમ કે “વૈમાનિક દેવો અમુક દિવસે આહાર લે છે' આ દિવસનું માપ અહીંના સૂર્ય-ચંદ્રના ચાર અનુસાર જ નક્કી થાય છે
કાળ બે પ્રકારે છે. મુખ્ય અને ઔપચારિક એટલે કેનિશ્ચયકાળ અને વ્યવહારમાળ. મુખ્યકાળ અનંત સમયાત્મક છે જે .ઝૂ.૩૧ વાત માં જણાવેલ છે. આ કાળ એકસ્વરૂપ કે ભેદ રહિત છે
–ભેદ રહિત એવા આ મુખ્યકાળના જયોતિષ્ક વિમાનો ગતિથી દિવસ રાત્રી વગેરે ભેદ થાય છે. જેમ કે સવારે જયાં સૂર્યવિમાન દેખાયું તે સૂર્યોદય અને જયાં સૂર્યવિમાન દેખાતું બંધ થવાનો નિયત કાળ આવે ત્યારે તે કાળને સૂર્યાસ્ત કહેવાય છે. તેની વચ્ચેનો કાળ તે દિવસ.
તા :- તત્ તે અહીં તત્ શબ્દ પૂર્વ સૂત્રની કોઈક અનુવૃત્તિનો સૂચક છે તત્ શબ્દથી “જયોતિષ્કની ગતિ' એવો અર્થલેવો. ફકત જયોતિષ્કની અનુવૃત્તિલઈએ તો પણ ન ચાલે અને ફકત ગતિની અનુવૃત્તિ લઈએ તો પણ અર્થનહીં બેસે.
તેથી તત્ એટલે જયોતિષ્ક [વિમાનો ની ગતિ # તન તેના વડે કરાયેલ અર્થાત જયોતિષ્ક ની ગતિ વડે કરાયેલા # તૈ: 4:- તત્કૃત: જયોતિષ્ક દેવગતિ વડે કરાયેલ
– કાળ, સમયનો પ્રવાહ. ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે “મોનન્તસમય: વર્તાક્ષિણ: ડુત્યુતમ્ | અહીં એક સાથે બે વાત મુકી છે.
(૧)કાળ અનન્ત સમયોનો સમૂહ છે. [જુઓ . ૫. ૩૧] (૨)કાળ વર્તનાદિ લક્ષણ યુકત છે. જુઓ ... ર૨] –જેમાં સમયની વ્યાખ્યા આ ટીકામાં જ આગળ કહેવાશે. – વર્તનાદિ લક્ષણ એટલે - વિશેષ થી જોવા માટે ..પ-પૂ.૨૨]
(૧)વર્તના:- દૂત્રનું હોવું તે વર્તન. પ્રતિ સમયે તેમાં થતો ઉત્પાદ અને વ્યયમાં સમય નામક કાળ નિમિત્ત છે.
(૨) પરિણામ :-પોતાની સત્તાના ત્યાગ વિના દ્રવ્યમાંતા થતો ફેરફાર મૂળ દ્રવ્ય એમને એમ રહે, પૂર્વ પર્યાયનો નાશ થવો અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થવી તે પરિણામ- તેમાં પણ કાળ નિમિત્ત છે
(૩) ક્રિયા :- જીવના પ્રયત્ન થી કે સ્વભાવિક થતી ગતિ તે ક્રિયા (૪) પરત્વ:પરત્વ :- શ્રેષ્ટ અથવા કનિષ્ઠ. અથવા સાપેક્ષ દૃષ્ટિએ મોટા-નાના પણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org